સુરત,તા.૧૦
સુરતના લિંબાયત વિસ્તારમાં બે કિશોરનું અડધું મુંડન કરીને ફેરવવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. બંને કિશોરો ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિશોરો ઉપર અત્યાચાર કરનાર આરોપીઓ પૈકી એક આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે આ અંગે સામાન્ય કલમો હેઠળ ધરપકડ કરી અને જામીન આપતા અને સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો સુરતના લિંબાયત વિસ્તારનો હોવાનું માલુમ થાય છે. ત્રણ શખ્સોએ બે કિશોરોને ચોરીના આક્ષેપ સાથે અડધું મુંડન કરાવીને ફેરવ્યા હતા. આ ઘટના ગત ૩૦મીએ બની હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બે કિશોરો પૈકી એક કિશોરની બહેને બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવી હતી. જ્યારે કિશોરો ઉપર અત્યાચાર ગુજારનાર ત્રણ શખસો પૈકી એક યુવક રીઢો ગુનેગાર પણ છે. તો એક યુવક એનસીપીનો કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




