અરવલ્લી,તા.૬
લોક રક્ષક દળની પરીક્ષા આપવા જતાં એક ઉમેદવારનું પરીક્ષા આપે તે પહેલાં જ મોત થયું છે. આ દુઃખદ બનાવ અરવલ્લી જિલ્લાના બાયડના સરસોલી ખાતે બન્યો હતો. અહીં એક પરીક્ષાર્થીનું બાઇક ઝાડ સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
મળતી માહિતી પ્રમાણે રવિવારે યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે માલપુરના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક બાઇક પર સવાર થઈને કપડવંજ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઇક એક ઝાડ સાથે ટકરાયું હતું.
બાઇક ઝાડ સાથે અથડાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર આવ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



