પશુ આહાર ભરેલા કોથળાની આડમાં રૂ.૧૪.૭૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
423

અરવલ્લી,તા.૨૪
ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીકના અણસોલ ગામના સ્ટેન્ડ નજીકથી પસાર થતી હરિયાણા પાસીંગની ટ્રકમાંથી પશુ આહાર ભરેલા કોથળાઓની પાછળ વિદેશી દારૂની ૪૨૨૪ બોટલોનો જથ્થો પોલીસના હાથે ઝડપાયો હતો. શામળાજી પોલીસે ટ્રક ચાલક સહીત અન્ય એક શખ્શને જેલના હવાલે કરી ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી પોલીસે ટ્રક અને દારૂનાના જથ્થા સાથે કુલ રૂપિયા ૨૪૭૫૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
શામળાજી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર એમ.પી ચૌહાણ સહિતની પોલીસ ટીમ દ્વારા અણસોલ ગામ નજીક નાકાબંધી કરી વાહનોનું સધન ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નંબર (ૐઇ ૬૭ મ્ ૩૮૨૬) અટકાવી ચેકિંગ કરાતાં ટ્રકમાં ભરેલા પશુ આહારના કંતાનના કોથળાઓ પાછળથી વિદેશી દારૂની ૩૫૨ પેટીનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. શામળાજી પોલીસે પ્રતિબંધિત વિદેશી દારૂની ૪૨૨૪ બોટલ કિંમત રૂપિયા.૧૪૭૩૬૦૦/- ના જથ્થા સાથે ટ્રક ચાલક વિનોદ કુમાર ધર્મસિંહ જાટ અને બિજેન્દ્ર ઢોલારામ ધાણક (બંને રહે,જાગસી, પાણીપત, હરિયાણા) ની ધરપકડ કરી આ દારૃનો જથ્થો ભરી આપવામાં મદદગારી કરનાર બિલ્લુ મહાવીરસીંગ જાટ (રહે, જાગસી, પાણીપત, હરિયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY