અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ તો પોતાની બુદ્ધિનું દેવાળુ ફૂંકવા માટે જાણિતી છે, પરંતુ અમદાવાદના સાહિત્ય રસીકો દ્વારા દર વર્ષે કોપોર્રેશન દ્વારા કરવામાં આવતા પુસ્તક મેળામાં ચાલુ વર્ષે દુષ્કર્મ જેલમાં રહેલા આસારામના પુસ્તકો માટે પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ પુસ્તક મેળાને તા. ૨૪ નવેમ્બરના રોજ ખુલ્લો મૂકાયો હતો. આ પુસ્તક મેળામાં આવનાર અમદાવાદ અને ગુજરાતના સાહિત્ય રસીકોને આસારામનો સ્ટોલ જાઈ આઘાત લાગી રહ્યો છે, છતા ત્યાં આવતા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને આ વાત ખટકતી નથી.
ગુજરાત સહિત દેશના અનેક શહેરમાં આશ્રમ ધરાવતા આસારામ ઉપર દુષ્કર્મ સહિત મેલી વિદ્યા, જમીન પચાવી પાડવી અને હત્યા જેવા ગંભીર આરોપો છે અને હાલમાં આસારામ રાજસ્થાનની જેલમાં છે અને તેમનો પુત્ર નારાયણ સાંઈ સુરત જેલમાં છે. આ પાંખડી પિતા પુત્ર સામે સમગ્ર દેશમાં રોષ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પુસ્તક મેળામાં આસારામને પણ સ્ટોલ નંબર ૧૩૭ ફાળવવામાં આવ્યો છે. આ પુસ્તક મેળામાં રાજ્ય અને દેશના નાના મોટા તેમાં ઉચ્ચ સાહિત્યકારોના પુસ્તક મળી રહે તે માટે વિવિધ પ્રકાશનો દ્વારા પોતાના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.
આ સ્ટોલની ફાળવણી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી. આ પુસ્તક મેળામાં અનેક લેખકો પણ આવે છે જેઓ તેમના વાંચકો સાથે સીધો સંવાદ કરી શકે તે માટે ગોષ્ટી કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. આ તમામ કાર્યક્રમો આવતા લોકો જ્યારે સ્ટોલ નંબર ૧૩૭ પાસેથી પસાર થાય થાય ત્યારે સંત શ્રી આસારામ સાહિત્યનું બોર્ડ વાંચી છળી ઉઠે છે, પરંતુ ત્યાં હાજર અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને તેમને કોઈ ફેર પડતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





