મુકેશ અંબાણી દીકરીના લગ્નનું કાર્ડ આપવા તિરુપતિ બાલાજી પહોંચ્યા

0
10

ન્યુ દિલ્હી,તા.૨૭
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ૧૨ ડિસેમ્બરના રોજ આનંદ પરામલ સાથે લગ્નગ્રંથીમાં જાડાવાની છે. ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુકેશ અંબાણીએ ભગવાન વેંકટેશને તેમની દીકરી ઈશાના લગ્નમાં પધારવા માટે આમંત્રણ પત્રિકા આપી.
તિરુપતિ મંદિરની ગણતરી દુનિયાના સૌથી ધનિક હિંદુ મંદિર તરીકે કરવામાં આવે છે. તિરુપતિ મંદિરથી પરત ફરતી વખતે મુકેશ અંબાણીએ સિલ્કનો લાલ કલરનો દુપટ્ટો ઓઢ્યો હતો. થોડા દિવસ પહેલા જ અંબાણી પરિવાર ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી આપવા માટે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ઈટલીના લોક કોમોમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ થઈ હતી.
ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અંબાણી પરિવારે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુકેશ અંબાણી અને નિતા અંબાણીના મુંબઈવાળા ઘરમાં ૧૨ ડિસેમ્બરના રોજ થશે. જેમાં પરિવાર તેમજ ખાસ મિત્રો હાજર રહેશે. આ લગ્ન ભારતીય રીત-રિવાજ અનુસાર જ કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY