અમદાવાદ,તા.૨૦
ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ આવતીકાલે ગુજરાતમાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઈને કાલે બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.૨૨ના રોજ અમદાવાદમાં સર્વદલિય પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે અને તેમાં વિવિધ પક્ષના પ્રદેશ આગેવાનો, સંતો-મહંતો, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ વેપારી સંગઠનો, સાહિત્યકારો, પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં અલગ-અલગ ૬ સ્થળોએ તા.૨૧થી ૨૭ દરમિયાન અટલજીના અસ્થિના વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તા.૨૧ના રોજ અમદાવાદ ખાતે સાબરમતીમાં, તા.૨૫ના રોજ સુરત ખાતે તાપી નદીમાં, સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં અને તા.૨૭ના રોજ વડોદરા જિલ્લાની મહી, સિધ્ધપુરની સરસ્વતી અને ભરૂચની નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



