સામાજિક સમરસતા સમિતિ વિરમગામ દ્વારા ડિસેમ્બર મહીનામાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવશે

0
362

સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકા દ્વારા રામ મહેલ મંદિર ખાતે નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક સમરસતા સમિતિ વિરમગામ દ્વારા ડિસેમ્બર મહીનામાં કરવામાં આવનાર સામાજિક સમરસતા મહાયજ્ઞ અંગે પુર્વ તૈયારીઓની વિચારણા કરવામાં આવી હતી. સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકાના સ્નેહ મિલન કાર્યક્રમમાં  સામાજિક સમરસતા સમિતિ વિરમગામના સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલ, ભરતભાઈ ગોસ્વામી, ભરતભાઈ પ્રજાપતિ, યોગેશભાઈ પટેલ, ચન્દ્રકાંતભાઇ રાઠોડ, પુંજાભાઇ મારવાડી, રવિભાઇ, કાન્તિભાઇ ઠાકોર, દિલીપભાઇ મકવાણા, નીલકંઠભાઇ વાસુકિયા  સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સામાજિક સમરસતા સમિતિ વિરમગામ દ્વારા  ડિસેમ્બર મહિનામાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવનાર છે, જેમાં સમસ્ત હિન્દુ સમાજ સહભાગી બનશે.  રામ મહેલ મંદિર વિરમગામ ખાતે સામાજિક સમરસતા સમિતિ વિરમગામની બેઠક માટે રામ મહેલ મંદિર દ્વારા જરૂરી વ્યવસ્થાની કાળજી રાખવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY