કોંગ્રેસ સત્તા પર આવશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રદ્દ કરશે: અશોક ચવ્હાણ

0
65

ન્યુ દિલ્હી,તા.૧૨
જાપાનના સહયોગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જાકે આ પ્રોજેક્ટના અમલ માટે જમીન સંપાદન કરવામાં મુશ્કેલીઓ પણ આવી રહી છે. આમ છતાં સરકાર તેના પર આગળ વધવા કટિબધ્ધ છે.
જાકે આ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ચોંકાવનારી વાત કહી છે. કોંગ્રસના નેતા અને મહારાષ્ટ્ર ના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કહયું છે કે જા કોંગ્રેસ સત્તા પર આવશે તો મહારાષ્ટ્ર અને અમદાવાદના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને રદ કરી દેવાશે.
તેમણે કહયું હતું કે આ પ્રોજેક્ટ આર્થિક રીતે પણ વ્યવહારુ નથી. કોંગ્રેસ પાર્ટી તો આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર રાજ્યની ભાગીદાવી વધારીને ૨૫૦ કરોડ કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરી રહી છે.જ્યારે યુપીએ સરકારે આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો ત્યારે તેની પાછળ ૬૫૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો.
જે હવે વધીને ૯૫૦૦૦ કરોડ છે અને જ્યારે જાપાન સાથે કરાર થયા ત્યારે આ ખર્ચ ૧.૧૦ લાખ કરોડ દર્શાવાયો છે. માત્ર ચાર વર્ષમાં ખર્ચ ડબલ કેવી રીતે થાય…મુંબઈથી અમદાવાદનુ ભાડુ ૧૩૦૦૦ રૃપિયા હશે.
ચવ્હાણનુ કહેવુ છે કે આ આંકડા બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ગરબડ છે.જાપાનના વડાપ્રધાનનો ભારત પ્રવાસ પહેલેથી નક્કી નહોતો. બુલેટ ટ્રેન માટે કરાર પર એટલે સહીઓ થઈ છે કે તેનાથી જાપાનના પીએમ એબે અને મોદી બંનેને ફાયદો છે કારણકે એબે જાપાનમાં અને ભાજપ ગુજરાતમાં ચૂંટણીનો સામનો કરી રહ્યું હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY