બેંગ્લુરુમાં હવામાં બે ઈન્ડિગો વિમાન આમને-સામને આવી ગયા..!!

0
60

બેંગ્લુરુ,તા.૧૨
ઇંડિગો એરવેઝનાં બે વિમાનોમાં બેઠેલા મુસાફરોનો જીવ એવાં સમયે તાળવે ચોંટી ગયો હતો કે જ્યારે બે વિમાન આમને સામને આવી ગયાં. ભગવાનનો આભાર કે કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક મોટી દુર્ઘટના થતાં-થતાં અટકી ગઇ કે જ્યારે ઇંડિગોનાં બે વિમાન આમને-સામને આવી ગયાં પરંતુ ખરા સમયે જ સતર્કતા રાખવાને કારણે વિમાનોનો માર્ગ બદલી દેવામાં આવ્યો અને એક મોટી દુર્ઘટના ટળી ગઇ.
આમાંથી એક વિમાનનું સંચાલન કોઇમ્બતૂર-હૈદરાબાદની વચ્ચે હતું અને બીજું બેંગલુરૂ-કોચ્ચિની વચ્ચે. આ દુર્ઘટના મંગળવારનાં રોજ ટાળી દેવામાં આવી. જેનાં વિશે ગુરૂવારનાં રોજ નિવેદન રજૂ કરીને જાણકારી આપવામાં આવી.
એર ટ્રાફિક કંટ્રોલર (છ્‌ઝ્ર)એ ઇંડિગોની ઉડાન સંખ્યા ૬ઈ ૭૭૯ થી ૩૬,૦૦૦ ફૂટની ઉંચાઇ પર ઉડાણ ભરવા માટે કહ્યુ હતું. જ્યારે ઉડાણ સંખ્યા ૬ઈ ૬૫૦૫ થી ૨૮,૦૦૦ ફૂટની ઉંચાઇ પર ઉડાડવા માટે કહેવામાં આવ્યું હતું.
જો કે બંને વિમાન તે સમયે આમને સામને આવી ગયાં હતાં. જ્યારે ૬ઈ ૭૭૯ હવામાં ૨૭,૩૦૦ ફૂટની ઉંચાઇ પર અને ઉડાણ સંખ્યા ૬ઈ ૬૫૦૫ આકાશમાં ૨૭,૫૦૦ ફૂટની ઉંચાઇ પર હતું. બંને વિમાનોની વચ્ચે માત્ર ૪ માઇલની દૂરી નક્કી થઇ હતી .
વર્ટિકલ દ્રષ્ટિથી એની વચ્ચે માત્ર ૨૦૦ ફૂટનું અંતર હતું. ત્યાર બાદ ટ્રાફિક એલર્ટ અને કોલિજન અવાડેંસ સિસ્ટમ (્‌ઝ્રછજી)ને એક્ટીવેટ કર્યું કે જેનાંથી એક મોટી દુર્ઘટનાને ટાળવામાં આવી. વિમાન કંપનીની તરફથી હજી સુધી કોઇ જ અધિકારીક નિવેદન રજૂ કરવામાં આવ્યું નથી.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY