ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતીય હવાઈ દળે આકાશમાંથી જ આકાશમાં છોડી શકાય એવી સ્વદેશી બનાવટની મિસાઈલ ‘અસ્ત્ર’નું આજે પરીક્ષણ કર્યું છે અને તે સફળ રહ્યુ છે. આ મિસાઈલને બીયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ કહેવાય છે.
મિસાઈલને કલાઈકુન્દામાં આવેલા હવાઈ દળ મથકમાંથી સુખોઈ જી-૩૦ વિમાનમાંથી છોડવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન દ્વારા આ પરીક્ષણને સમર્થન આપ્યું છે.
નિવેદનમાં જણાવાયું છે કે મિસાઈલે તેના ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું. અસ્ત્ર મિસાઈલ ક્લાસ વેપન સિસ્ટમમાં સર્વોત્તમ ગણાય છે. અત્યાર સુધીમાં એની ૨૦થી વધુ અજમાયશો કરવામાં આવી ચૂકી છે.
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય હવાઈ દળના આ પ્રયાસ અને સફળતાની પ્રશંસા કરી છે. એમણે કહ્યુ કે અદ્યતન શસ્ત્ર પદ્ધતિની સ્વદેશી ડિઝાઈન તથા વિકાસમાં ભારતે ઉચ્ચ સ્તરીય ક્ષમતા હાંસલ કરી લીધી છે.
આ મિસાઈલ હવામાં ફરી રહેલા લક્ષ્યને આંખના પલકારામાં તોડી પાડવાની અને દ્રષ્ટિ સીમાથી આગળ રહેલા ટાર્ગેટને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




