આઈએસઆઈ સાથે સંબંધ રાખવા બદલ પૂછપરછ કરાશે
ઓટ્ટોયો,તા.૨૫
કેનેડામાં આતંકી કેમ્પો ચલાવવા તેમજ પાકિસ્તાનની આઇએસઆઇ સાથે સંબંધ રાખવા બદાલ પૂછપરછ માટે કેનેડા પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપસિંઘ નિજ્જરની અટકાયત કરી છે. પંજાબ પોલીસ દ્વારા નિજ્જરને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ભારત વિરોધી ગતિવિધિ ચલાવવા અંગે ભારત સરકાર તરફથી કેનેડાની સરકારને આપવામાં આવેલા મજબૂત પુરાવા બાદ નિજ્જર સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તેની આકરી પૂછપરછ કર્યા બાદ છોડી મૂક્યો હતો. હાલમાં તેને ભારત વિરોધી ગતિવિધિ ચલાવવા બદલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
અગાઉ પંજાબ પોલીસે આરોપ વગાવ્યો હતો કે નિજ્જર કેનેડાના બ્રિટિશ કોલમ્પિયા ખાતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઈની મદદથી આતંકી કેમ્પો ચલાવી રહ્યો છે. પંજાબ પોલીસે ભૂતકાળમાં તેની ધરપકડના અનેક પ્રયાસો કર્યા હતા.
નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ‰ડો તાજેતરમાં જ ભારતના પ્રવાસે આવ્યા હતા. આ સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે તેમને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની એક યાદી સોંપી હતી. આ યાદીમાં નવ લોકોના નામ હતા, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ છે.
વર્ષ ૨૦૧૦માં પંજાબ પોલીસે એપ્રિલ ૨૧, ૨૦૧૦ના રોજ પટિયાલાના સત્ય નારાયણ મંદિર ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેની સંડોવણી બદલ તેની સામે એફઆઇઆર નોંધી હતી આ કેસમાં યુકે સ્થિત પરમજીતસિંઘ પેમા મુખ્ય આરોપીમાંનો એક હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"