કર્ણાટક વિધાનસભા ચૂંટણી ઃ ભાજપના ૪૦ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઊતારશે

0
24

વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ટોચના નેતાઓ વિધાનસભા ચૂંટણી પૂર્વે સભા ગજવશે
બેંગ્લુરુ,તા.૨૫
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતના ઉદ્દેશથી પ્રચાર અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સહિત ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે. કર્ણાટકમાં ૧૨ મેના રોજ મતદાન યોજાશે.
પ્રદેશ ભાજપના મહાસચિવ અને કર્ણાટકમાં પક્ષના લોકસભાના સાંસદ શોભા કરંદલાજેએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારને સભા સંબોધવા આવનાર મુખ્ય પ્રચારકોના નામની યાદી આપી હતી. નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની, રક્ષામંત્રી નિર્મલા સિતારમન, કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદ, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને પક્ષના લોકસભાના સાંસદ તેમજ દિગજ્જ અભિનેત્રી હેમા માલિની દક્ષિણના રાજ્યમાં પ્રચાર કરશે.
પ્રદેશ ભાજપના પ્રવક્તા એસ શાંતારામે મીડિયાને જણાવ્યું, ‘વડાપ્રધાન ૧ મેના રાજ્યની મુલાકાત આવી શકે છે અને ચૂંટણી પૂર્વે રાજ્યભરમાં તેઓ ૧૦-૧૨ સભાને સંબોધે તેવી સંભાવના છે.’ મોદી બેંગલુરુ અને મૈસૂર ઉપરાંત રાજ્યના ચાર કાંઠા વિસ્તાર, મધ્ય અને દક્ષિણની મુલાકાત લઈ શકે છે અને ૧૦ મે સુધીમાં બે-ત્રણ રેલીને સંબોધે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY