આ વર્ષે મે મહિના સુધી ૧૧૯ માઓવાદી,૬૫ આતંકી સેનાએ ઠાર કર્યા

0
4

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ગૃહમંત્રાલયે રિપોર્ટ રજૂ કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૮
ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ વર્ષે મે મહિના સુધી ૧૧૯ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારાયા છે. ગત વર્ષે ૧૩૬ માઓવાદીઓને ઠાર કર્યા હતા. ગત વર્ષે ૩૦ એપ્રિલ સુધી સેનાએ માત્ર ૪૮ માઓવાદીઓને માર્યા હતા.
આ વર્ષે ૨૨ અને ૨૩ એપ્રિલે મહારાષ્ટના ગઢચિરોલીમાં ૪૦ માઓવાદીઓને સેનાએ એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. ગૃહ મંત્રાલયે મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે અમને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટથી જાખમ છે.
આ મામલે સમગ્ર દેશમાંથી તે ૧૧૩ લોકોની ધરપકડ કરી છે જે આ વૈશ્વિક સંગઠન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. આ સિવાય આતંકી સંગઠન ૈંજીંજી પર પ્રતિબંધ લગાવ્યો છે.
મંત્રાલયનું કહેવુ છે કે નક્સલી ઘટનાઓમાં ૩૬.૬ ટકાની અછત આવી છે. પહેલા આ પ્રકારની ઘટનાઓ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૩ની વચ્ચે ૬,૫૨૪ થઈ હતી.
૨૦૧૪થી ૨૦૧૭ સુધી ૪,૧૩૬ ઘટી. નાગરિકો અને સેનાના જવાનો વિરુદ્ધ થનારી નક્સલી ઘટનાઓમાં ૫૫.૫ ટકાની અછત આવી છે. આ ઘટનાઓ ૨,૪૨૮ થી ઘટીને ૧, ૦૮૧ થઈ ગઈ છે.
માઓવાદીઓનુ વધતુ સ્તર પણ ૫૧૦થી ઘટીને ૪૪૫ પર રોકાઈ ગયુ છે. જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૧૪થી ૨૦૧૭ની વચ્ચે ૬૧૯ આતંકી માર્યા ગયા છે. જ્યારે ૨૦૧૦-૧૩ની વચ્ચે આ આંકડો ૪૭૧નો હતો. આ વર્ષે મેમાં અત્યાર સુધી ૬૫ આતંકવાદીઓ માર્યા ગયા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY