ગુજરાતમાં આત્મહત્યાના આંકડાઓ ચોંકાવનારા છે, જાણો આખી વિગત

0
114

ગુજરાતની પ્રજા હવે સરકારની મંજૂરી મેળવીને રાજકીય કારણસર આત્મહત્યા કરવા લાગી છે. તેમાં જીવતાં આગ લગાવીને સળગી મરવું તે સૌથી કમકમાટી ભરી આત્મહત્યા માનવામાં આવે છે. છેલ્લાં છ મહિનામાં સમગ્ર રાજ્યમાંથી 1500થી વધારે લોકોએ આત્મહત્યા કરવા માટે કલેક્ટર કચેરીએ મંજૂરી માગી હોવાનો અંદાજ છે. તે મોટાભાગે સરકારની રાજકીય નિષ્ક્રિયતાના કારણે માગવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ નવી પ્રથા શરૂ થઈ છે. પહેલાં સતી પ્રથામાં મહિલાઓ સળગી જતી હતી, હવે સરકાર લોકોના કામ કરતી ન હોવાથી લોકો જીવતાં અગ્નિદાહ કરી રહ્યાં છે. જે આત્મહત્યા કરવાની જાહેરાત કરે છે તેમના કામ ઝડપથી થઈ રહ્યાં છે તેથી નિષ્ફળ સરકારમાં સફળ બનવા લોકો આવી ખતરનાક ખેલ ખેલી રહ્યાં છે. જોકે, છેલ્લાં બે વર્ષમાં અંગત, સામાજિક, લગ્નવિષયક, આર્થિક કારણે, ખેતીમાં નિષ્ફળતા જેવા કારણસર 12,758 લોકોએ આત્મહત્યા કરીને ગુજરાતની ભૂમિ છોડી દીધી છે. પ્રજાના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી રોજ 18 લોકો પોતાની જાતને ખતમ કરીને ગુજરાત છોડી જવાનું પસંદ કરી રહ્યાં છે. આત્મહત્યા સૌથી વધારે થઈ રહી છે. તેની સામે હત્યા થઈ રહી છે તે અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારની પોલ ખોલતા પ્રશ્નો પૂછ્યા હતા. વસતીની દૃષ્ટિએ રાજકોટમાં સૌથી વધારે ખૂન અને આત્મહત્યા વધારે થાય છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY