ભરૂચ ખાતે આજે “બહાઈ ધર્મ”ના નવા વર્ષની ઉજવણી કરાઈ.

0
179

ભરૂચ:
અહિંસામાં માનનારા અને આખા વિશ્વમાં વસતા બહાઈ ધર્મના લોકો દ્રારા આજ રોજ બહાઈ ધર્મનાં નવાવર્ષની ઉજવણી કરવામાં આવે છે. બહાઈ ધર્મના સ્થાપક બહાઉલ્લાહ એ ઈ.સ ૧૮૬૩ માં બહાઈ ધર્મની સ્થાપના કરેલ અને બહાઈ ધર્મમાં ૧ વર્ષમાં ૧૯ મહિનાઓ હોય છે. અને ૧૯ દિવસનો એક મહિનો અને ૧૯ માં મહિને બહાઈ ધર્મના લોકો ઉપવાસ કરતા હોય છે. અને ૨૧ મી માર્ચે તેવોનું નવું વર્ષ કહેવામાં આવે છે. બહાઈ ધર્મ આજે લગભગ ૫૫ લાખથી વધારે બહાઈઓ વિશ્વના ૨૫૦ દેશો અને ટાપુઓ માં નિવાસ કરે છે, અને દુનિયાની ૮૦૦ થી વધુ ભાષાઓમાં બહાઈ સાહિત્ય નું અનુવાદ થયેલ છે. આ ધર્મનું ભારતમાં મુખ્ય કેન્દ્ર દિલ્હી ખાતે આવેલ છે. આ દિવસે આખા વિશ્વમાં બહાઈ ધર્મના અનુન્યાયીઓ એક બીજાના ઘરે ભેગા થઈને નવા વર્ષની ઉજવણી કરતાં હોય છે. જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચમાં પણ બહાઈ ધર્મના લોકોએ ભરૂચના નર્મદાનગરમાં આવેલ જલધારા સોસાયટીમાં રહેતાં પ્રકાશ દાંડીવાલાના ત્યાં ભેગા થઈને બહાઈ નવાવર્ષની ઉજવણી કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY