મુંબઈ,તા.૧૫
બોલિવૂડ એક્ટર અજય દેવગન તેની એક્ટિંગના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બોલિવૂડ અને ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે. મોટાભાગે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. અજય તેના દરેક કિરદારને પૂરતો ન્યાય આપે છે. જાકે અજય ફિલ્મોની સાથે-સાથે કેટલાક કોમર્શિયલ જાહેરાતોમાં પણ દેખાયે છે. પરંતુ એક તમાકુ પ્રોડક્ટની જાહેરાત કરવા બદલ વિવાદમાં ફસાયા બાદ હવે અજય આ વિશે સ્પષ્ટતા કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અજય દેવગનથી થોડા દિવસ પહેલા એક કેંસર પીડિતે અપીલ કરી હતી કે તેઓ તમાકુના પ્રોડક્ટ્સનું પ્રમોશન ન કરે. આ દર્દી અજયનો મોટો ફેન છે. જોકે હવે આ વિશે અજયે વાત કરી સ્પષ્ટતા કરી કે તેઓ તમાકુ નહીં પરંતુ એલચીની જાહેરાત કરે છે. અજયે કહ્યું કે તેઓ તેના કેંસર પીડિત ફેનના સંપર્કમાં છે. તેને કહ્યું કે તેના કોન્ટ્રેક્ટમાં પણ આ સાફ રીતે લખ્યું છે તેઓ તમાકુનો પ્રચાર નહીં કરે. અજયે કહ્યું કે,‘મે હમેશા કહ્યું છે કે હું તમાકુનો પ્રચાર નહીં કરું. જે જાહેરાત છે એ એલચીની છે. મારા કોન્ટ્રેક્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આમાં કોઈ તમાકુ નહીં હોય. જો કંપની બીજી વસ્તુ પણ વેચી રહી છે તો મને નથી ખબર કે શું કરવું જાઇએ.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




