ફિટનેસ રહી તો ૨૦૨૩નો વર્લ્ડકપ પણ રમીશઃ ટેલર

0
3

ઓકલેન્ડ,તા.૨૭
હાલમાં ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડકપ ૨૦૧૯ શરૂ થઇ ગયો છે, ત્યારે ન્યૂઝીલેન્ડના તાબડતોડ બેટ્‌સમેન અને સૌથી અનુભવી ખેલાડી રોસ ટેલરે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. ટેલરે ક્રિસ ગેલથી પ્રેરણા લેતા કહ્યું કે, જો ફિટનેસ અને શરીર સાથ આપશે તો હું ૨૦૨૩નો વર્લ્ડકપ પણ રમીશ. હાલ રોસ ટેલર ૩૫ વર્ષનો થઇ ગયો છે અને ટીમ તરફથી આ તેનો છેલ્લો વર્લ્ડકપ છે.
ટેલરે આઇસીસીની વેબસાઇટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, ૩૯ વર્ષીય ગેલે ગજબની ફિટનેસ જાળવી રાખી છે, આટલી ઉંમરમાં પણ તે આરામથી છગ્ગા ફટકારી શકે છે, ઝડપથી રન બનાવી શકે છે.
ટેલરે કહ્યું કે, ‘હું ૩૫ વર્ષનો છું પણ તમે નથી જાણતા આગળ શું થવાનુ છે, ક્રિસ ગેલ મારી પ્રેરણા બની શકે છે. આ વર્લ્ડકપમાં તે ૩૯ વર્ષનો છે અને નેક્સ્ટ વર્લ્ડકપમાં હું ૩૯ વર્ષનો થઇ જઇશ. પણ વર્લ્ડકપ રમવું એટલુ આસાન નથી. જો ફિટનેસ સાથ આપશે તો હું કદાચ ૨૦૨૩નો વર્લ્ડકપ રમી શકીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY