નર્મદા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિયેશને પડતર માંગણીઓ બાબતે જિલ્લા કલેક્ટર ને આવેેદન આપ્યું .

0
203

કેરોસીન ની અવેજ માં સરકારે ઉજ્જવલા ગેસ આપવાની નીતિ અપનાવતા કેરોસીન વેંચતા દુકાનદારો ની રોજી છીનવાઈ હોય સરકાર ગેસ સિલિન્ડર ના વિતરણ પર કમિશન આપે એવી ઘણી માંગ સાથે આવેદન

નિગમ અને દુકાનદાર ની કામગીરી સરખી હોવા છતાં રેશન ના અનાજ પર કિલો એ બે રૂપિયા કમિશન નિગમ લે છે જયારે દુકાનદારો ને માત્ર 00.87 પૈસાજ કમિશન મળે છે

સોફ્ટવેર માં વારંવાર ફેરફાર ,કનેક્ટિવિટી ,સારવાર સ્લો કે ડાઉન ની ખામી ને કારણે ગ્રાહકોના ફિંગર મિસમેચ થતા હોય ત્યારે એને શંકાસ્પદ ટ્રાન્જેકશન સમજી કમિશન મળતું નથી માટે એ માટે યોગ્ય કરવા રજુઆત..

રાજપીપળા:સોમવારે નર્મદા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિયેશના પ્રમુખ એન આર શેખ ,ઉપ પ્રમુખ ઝવેર મારવાડી ,ખજાનચી પ્રવક્તા અશરફ મેમણ મંત્રી નટવર પરમાર સહિતના હોદ્દેદારો એ પડતર માંગણીઓ બાબતે જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું હતું જેમાં વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાઇસન્સ હોલ્ડરો ને ઓછા કમિશન ને કારણે આવકનું માધ્યમ જળવાઈ રહે એ માટે જયારે જયારે સરકાર ના પ્રતિનિધિ સાથે બેઠક કરી છે ત્યારે સરકાર તરફથી એકજ વાતનું રટણ કરવામાં આવ્યું હતું કે આવકનું માધ્યમ કઈ રીતે વધારી શકાય એ બાબતના સૂચનો તમે આપો જોકે આ માટે નેશનલ ફ્રુડ સિકયુરિટી નો અમલ થવા છતાં પોતાની જવાબદારી અમારી ઉપર ઠોકી સરકાર અમારી આવક બાબતે આંખ આડા કાન કરતી હોવાનો આક્ષેપ પણ ફેર પ્રાઈઝ અસોસિયેસને આવેદન માં લગાવ્યો છે સાથે જણાવ્યું હતું કે અમારે ન છૂટકે આ આવેદન દ્વારા અમારી પોષણક્ષમ આવક મળે એ બાબતે અમારી રજૂઆતો આ આવેદનમાં કરી છે ત્યારે એનો અભ્યાસ કરી અમલ કરી આવનારા દિવસો માં તાત્કાલિક વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાઇસન્સ હોલ્ડરો ની રોજીરોટી બાબતે રાહત આપી શકાય તેવા નિર્ણયો લેવા સરકારને વિનંતી કરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY