મેલબર્ન/વેલિંગ્ટન,તા.૧૮
આૅસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાના સૌથી ફેવરેટ સ્ટ્રોબેરી ફળ ખાવાથી ડરી રહ્યાં છે આ એક સત્ય છે. પરંતુ ત્યાંની પ્રજા કેમ ડરી રહી છે તે અંગે માહિતી મળી છે કે સ્ટ્રોબેરીમાં પિન છુપાયેલું છે. પિનવાળું ફળ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે એટલે સુધી કે જીવ પણ જઇ શકે છે.
હવે આૅસ્ટ્રેલિયા અને ન્યૂઝેલેન્ડની પ્રજા પ્રિય ફળને ખરીદતા પહેલાં મેટલ ડિકેટકટરથી તપાસ કરાવી રહ્યાં છે. આૅસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સરકાર લોકોની પસંદગીનું ફળ ખાય તે માટે ફરી વિશ્વાસ જગાડવાની કોશિષમાં લાગ્યા છે.
ક્વીસલેન્ડ રાજ્યની સરકારે એ વ્યક્તિની ધરપકડ પર એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઇનામ રાખ્યું છે જેણે ત્યાંના રાજ્યોમાં સ્ટ્રોબેરીમાં પિન હોવાની અફવા ફેલાવી છે. ગયા સપ્તાહથી શરૂ થયેલા આ ડરના લીધે દેશની ૬ મોટી બ્રાન્ડસે બજારમાંથી પોતાની પ્રોડક્ટસ પાછી ખેંચી લીધી છે.
સોમવાર સુધી સ્ટ્રોબેરીમાં પિનની અફવાના લીધે આૅસ્ટ્રેલિયાના તમામ રાજ્યોમાં સ્ટ્રોબેરીના પ્રત્યે લોકોમાં ભયે ફેલાયો છે. જ્યારે હજુ સુધી કોઇ પિન હોવાથી ઘાયલ થયું હોય. ન્યૂઝીલેન્ડના બે મોટા ફૂડ ડિસ્ટ્રીબ્યુટર્સે કહ્યુ કે સ્ટ્રોબેરીમાં પિન હોવાની અફવાથી પોતાની દુકાનોમાંથી તેને દૂર હટાવી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



