ન્યુ દિલ્હી,તા.૧૬
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કરેલા ભાષણને કોંગ્રેસે ફિક્કું ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પીએમ નક્કર હકીકતોને બદલે ખોટા વાયદાઓ આપી પ્રજાને ગુમરાહ કરતા હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે પીએમ દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર બોલવાનું ટાળી છેલ્લા ૪ વર્ષથી ભાષણના નામે જુમલાબાજી કરી રહ્યા છે.
કોંગ્રેસે કહ્યું હતું કે સારું હોત જા મોદી પોતાના ‘છેલ્લાં ભાષણ’માં રાફેલ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને નફરતના માહોલ પર સાચું બોલ્યાં હોત. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ પણ કહ્યં કે પ્રધાનમંત્રીને રાફેલ તેમ જ કેટલાંક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચેલેન્જનો સ્વીકાર કરવો જાઈએ.
તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને રાફેલ પર ચર્ચા કરવાની ચેલેન્જ આપી છે. અમે ઇચ્છીએ છીએ કે મોદીજી પણ રાહુલ ગાંધીને ચેલેન્જ આપે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




