આૅસ્ટ્રેલિયા જતાં પહેલાં ભારતે બૅટિંગની ખામીઓ સુધારવી પડશે : ચેપલ

0
8
BRISBANE, AUSTRALIA - NOVEMBER 23 : Ian Chappell on the ground before the first Ashes cricket test match between Australia and England at the Gabba on November 23, 2017 in Brisbane, Australia. (Photo by Philip Brown/Getty Images)

મેલબર્ન,તા.૧૭
આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે આ વર્ષે આૅસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં કાંગારું ટીમના ‘અતિ પ્રબળ’ બાલિંગ આક્રમણનો મુકાબલો કરવા માટે ભારતે તેની બૅટિંગમાં ખામીઓ સુધારવી જાઈએ.
દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીઓ હારી જવા પછી વિરાટ કોહલીની વિશ્ર્વની સર્વોચ્ચ ક્રમની ભારતીય ટીમ તેની ગુમાવેલી પ્રતિષ્ઠાને પાછી મેળવવાનો પ્રયત્ન કરશે. “ભારતે બૅટિંગમાં તેની ખામીઅઓ સુધારવી રહેશે, એમ ચેપલે એક વેબસાઈટ પર લખ્યું હતું. તેમણે વધુમાં કહ્યુ હતું કે સસ્પેન્ડ કરાવાના કારણે સ્ટીવ સ્મિથ અને વોર્નરની ગેરહાજરીમાં આૅસ્ટ્રેલિયાની બૅટિંગ નબળી છે, પણ તેનું બાલિંગ આક્રમણ બિલકુલ મજબૂત છે.
ભારતની ટીમ ૨૧મી નવેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમિયાન આૅસ્ટ્રેલિયામાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ રમવા જનાર છે. “મિચલ સ્ટાર્ક, જાશ હેઝલવૂડ, પેટ્રિક કમીન્સ અને નેથન લાયન શારીરિકપણે ફિટ રહેતા ભારતીય બેટ્‌સમેનોને મોટો પડકાર ફેંકશે અને આૅસ્ટ્રેલિયાની પિચ પર બોલના વધારાનો ઉછાળ તેઓ માટે મુસીબત ઊભી કરી શકે છે, એમ ચેપલે કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY