દુનિયાના સૌથી મશહૂર ‘ટાઇમ’ મેગેઝિનનો રૂ. ૧૪ અબજમાં સોદો

0
50

વાશિંગ્ટન,તા.૧૭
અમેરિકન મીડિયા કંપની મેરેડીથ કોર્પોરેશને દુનિયાના મશહૂર ટાઇમ મેગેઝિનને વેચી દીધું છે. મેરેડીથ કોર્પોરેશને આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સેલ્સફોર્સના સહસંસ્થાપક માર્ક બેનોફ અને તેમનાં પત્ની આ મેગેઝિનના માલિક બનશે. મેરેડીથ કોર્પોરેશને જણાવ્યું હતું કે ટાઇમ મેગેઝિનનો સોદો ૧૯૦ મિલિયન ડોલર એટલે કે રૂ.૧૪ અબજમાં થયો છે.
આ મેગેઝિન બેનોફ દંપતીને વેચવામાં આવી રહ્યું છે. બેનોફ દંપતી કલાઉડ કમ્પ્યૂટીંગની અગ્રણી કંપની સેલ્સફોર્સના કો-ફાઉન્ડર છે. મેરેડીથ કોર્પોરેશન ટાઇમ મેગેઝિન અને ટાઇમ આઇએનસીના અન્ય પ્રકાશનોને ખરીદવાની પ્રક્રિયા આ વર્ષની શરૂઆતમાં પૂરી કરી ચૂકી હતી.
બેનોફ દંપતી ટાઇમ મેગેઝિનને અંગત સોદા તરીકે ખરીદી રહ્યાં છે. તેને સેલ્સફોર્સ સાથે કોઇ સંબંધ નથી, જેમાં બેનોફ ચેરમેન, કો-સીઇઓ અને કો-ફાઉન્ડર છે.
મેરેડીથ કોર્પોરેશને જાહેરાતમાં જણાવ્યું હતું કે બેનોફ દંપતી ટાઇમ મેગેઝિનના રોજબરોજના પત્રકારત્વ સંબંધિત કામગીરી અને નિર્ણયોમાં સામેલ થશે નહીં. આ નિર્ણયો ટાઇમ મેગેઝિનની વર્તમાન એક્ઝિકયુટિવ લીડરશિપ જ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY