રામ મંદિરનું નિર્માણ ૨૦૨૪માં શરૂ થશે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટશે : રામવિલાસ વેદાંતી

0
14

અયોધ્યા,તા.૩
અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણને લઈને સંતોની મહત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠક પહેલા રામ મંદિર નિર્માણને રામ જન્મભૂમિ ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય રામ વિલાસ વેદાંતીએ મોટુ નિવેદન આપ્યુ છે. વેદાંતીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પ્રક્રિયા પર કામ કરવાનું કેન્દ્ર સરકાર ચોથા તબક્કામાં ૨૦૨૪માં શરૂ કરશે.
રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર ૨૦૨૦માં રાજ્યસભામાં બહુમત મળ્યા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરથી કલમ ૩૭૦ ખતમ કરશે. બીજા તબક્કામાં કલમ ૩૫એ સમાપ્ત કરશે અને ત્રીજા તબક્કામાં ગેર કાયદેસર જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને પાછી આપશે. વેદાંતી અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહેલા જ જમીન પાછી કરવા સંબંધી અરજી દાખલ કરી છે. વેદાંતીએ દાવો કર્યો કે જમીન મળ્યા બાદ ચોથા તબક્કામાં ૨૦૨૪માં કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણની પ્રક્રિયા પર કામ કરવાનું શરૂ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY