ઈંમીટુ : ચિત્રાંગદાએ શેર કર્યો ‘બાબૂમોશાય..’ ફિલ્મનો ભયાનક અનુભવ

0
31

મુંબઈ,તા.૧૨
વર્ષ ૨૦૧૬માં ચિત્રાંગદા સિંહએ કુશાન નંદીની ફિલ્મ ‘બાબૂમોશાય બંદૂકબાજ’ અચાનક જ વચ્ચે છોડી દીધી હતી. તેનું કારણ તેને હાલમાં જણાવ્યું છે. ચિત્રાંગદા નવાઝુદ્દીન સાથે ઇન્ટિમેટ સીન કરવામાં અનકંફર્ટેબલ હતી. તેથી તેણે ફિલ્મ છોડી દીધી. પણ સત્ય કંઇક અન્ય છે અને તે તેને હવે જાહેર કર્યું છે.
ઈંમીટુ મુવમેન્ટને સમર્થન કરતાં ચિત્રાંગદાએ તે ફિલ્મનાં શૂટિંગ સમયે તેનો ભયાનક એક્સપીરિયન્સ શેર કર્યો હતો. સાથે જ ડિરેક્ટર કુશઆન નંદી પર ખોટી રીતે વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ચિત્રાંગદાએ કહ્યું કે, જ્યારે હું ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી તો તે અચાનક મારી પાસે એક સેક્સુઅલી એક્સાઇટ કરતો સીન લઇને આવ્યો અને કહ્યું આ સીન તારે નવાઝુદ્દીન સાથે કરવાનો છેએમ કહીને ડિરેક્ટરે મને આદેશ આપ્યો. ‘અપના પેટિકોટ ઉઠાઓ ઔર રગડો અપને આપકો’ આવી રીતે કોણ વાત કરે છે? તે ખુબજ વાહિયાત હતું. મને ખુબજ ખરાબ લાગ્યું હું તુરંત જ ત્યાંથી ચાલી ગઇ.
પોતાનાં પર લાગેલા આરોપો પર કુશાનનું કહેવું છે કે, ઇન્ટિમેન્ટ સીનને લઇને કોઇ વિવાદ ન હતો. તે તેની શૂટિંગ કરી ચૂકી હતી. ચિત્રાંગદા ફિલ્મની સ્ક્રિપ્ટને કારણે પરેશાન હતી. તે કેટલીક વસ્તુઓ બદલવા માંગતી હતી. ફિલ્મ છોડવાનો નિર્ણય તેનો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY