આરકે સ્ટૂડિયો ૨૦૦ કરોડમાં વેચાઇ ગયો

0
3

મુંબઈ,તા.૨૭
આરકે સ્ટૂડિયોને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કપૂર પરિવાર આ સ્ટૂડિયો વેચવા માંગતા હતા અને તે માટે સારા ગ્રાહકની શોધ પણ ચાલી રહી હતી. જે આ આઇકોનિક જગ્યાની સારી રકમ આપી શકે. હવે સોર્સિસની માનીયે તો ટૂંક સમયમાં જ આ સ્ટૂડિયોનાં માલિક બદલાઇ જશે. કારણ કે તેનો સોદો થઇ ગયો છે. જી હાં, રાજકપૂરનાં આ સ્ટૂડિયોને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. તેમજ ટૂંક સમયમાં તેની ઓફિશિય જાહેરાત પણ કરશે.
આ સ્ટુડિયોની કૂલ કિંમત ૨૦૦ કરોડ રૂપિયા છે. કપૂર પરિવાર ઇચ્છતું હતું કે આ સ્ટુડિયોનાં તેમને ઓછામાં ઓછા ૨૫૦ કરોડ રૂપિયા મળે. અને બિલ્ડર્સે તેનો ભાવ ૧૫૦ કરોડ રૂપિયા ગણાવ્યો હતો
રાજકપૂરનાં દીકરા રણધીર કપૂરે આ પ્રોપર્ટી વેચવાનો નિર્ણય કરી લીધો હતો. આપને જણાવી દઇએ કે, ગોદરેજે ૨૦૦ કરોડ લગાવ્યા અને કહ્યું કે, તેમને કોઇ ફરક પડતો નથી કે બજારમાં તેનો શું રેટ ચાલે છે
આપને જણાવી દઇએ કે, સ્ટૂડિયોને લઇને આખા કપૂર પરિવારની ઘણી ભાવનાઓ જાડાયેલી છે. અને આ માટે હાલમાં જ આ ખબર સામે આવી છે કે સ્ટૂડિયોનાં વેચાવાથી કરિના કપૂર ખુબજ ઇમોશનલ થઇ ગઇ હતી. અને તેણે કહ્યું કે, આ સ્ટૂડિયોથી તેનાં બાળપણની ઘણી યાદો જાડાયેલી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY