ભરૂચની આરટીઓ કચેરીમાં ડિટેઇન કરેલ બે ટ્રક ગાયબ

0
212

ભરૂચ,
ભરૂચની આર.ટી.અો. કચેરીમાંથી ભુસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી વિના માટીનું વહન કરતી ઝડપેલી ચાર ટ્રકોમાંથી બે ટ્રકો ગાયબ થઈ હોવાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા ૫ામી છે. આ ટ્રકો ભુસ્તર વિભાગે ઝડ૫ી તેની કાયદેસર કાર્યવહી બાદ આર.ટી.અો. વિભાગને સોં૫ી હતી. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ આ અંગે સી–ડિવિઝન ૫ોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરટીઓ ઇન્સપેકટર, ટ્રક માલિક, ડ્રાયવરો અને સીકયુરીટી જવાન સહિત ૫ાંચ આરોપીઓ સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મદદનીશ ભુસ્તર શાસ્ત્રી જીતેન કાંતિલાલ ગોર તથા તેમની ટીમે તા.૨૪મી જાન્યુઆરીએ ચેકિંગમાં હતા દરમિયાન શંકાના આધારે રોયલ્ટી વિનાની ચાર ટ્રકોને જપ્ત કરી હતી. જેમાં ટ્રક નં. જીજે-૧૬ ઝેડ- ૯૩૪૮ અને જીજે-૬ એકસએકસ-૭૮૫૮ નંબરની ટ્રકો ૫ણ જપ્ત કરવામાં આવી હતી. ટ્રકોમાં માટી ઝઘડીયા તાલુકાના ખરચી ગામેથી ભરવામાં આવી હતી. માઇન્સ સુપરવાઇઝર જવલંત ઓઝાએ ટ્રકોને સીઝ કરી આરટીઓ વિભાગને સોંપી દીધી હતી. ભુસ્તર વિભાગે ટ્રકને ૧.૮૯ લાખ રૂપિયા તથા બીજી ટ્રકને ૨.૦૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાકે ભુસ્તર વિભાગને આ બંને ટ્રકોને તેમના માલિકો આરટીઓ કચેરીમાંથી ૨૯ તારીખે લઇ ગયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે માઇન્સ સુપરવાઇઝરે ટ્રકો કબજે લેનારા આરટીઓ ઇન્સપેકટર મેઘલ પંચાલ તથા આરટીઓના સીકયુરીટી જવાનની પુછપરછ કરી હતી. તેમણે બંનેએ ગોળગોળ જવાબ આપ્યાં હોવાનું લાગતાં બંનેની મદદગારી તથા નાણાકીય સમજુતીમાં ટ્રકો ભગાડી જવાઇ હોવાના શકના આધારે સી–ડિવિઝનમાં ફરિયાદમાં કરવામાં આવી છે. બંને ટ્રકોમાં ઓવરલોડ માટી ભરેલી હોવાથી આરટીઓ કચેરીએ બનાવ સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની થતી હતી પણ તે નોંધાવી ન હતી. આ તમામ કારણો દર્શાવી મદદનીશ ભુસ્તર શાસ્ત્રીએ સી-ડિવિઝન પોલીસે આઇપીસી ૩૭૯, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં બંને ટ્રકોની કિંમત ૨૦ લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. જોકે સી ડીવીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નં. જીજે-૧૬ ઝેડ- ૯૩૪૮ ને ટ્રક માલિકના ઘરેથી ખેચીને લાવ્યા હોવાના એહવાલ મળેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY