ભરુચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં પાણીના મુદ્દે વિવાદ

0
174

ભરૂચ:

ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમા આવેલ શુભલક્ષ્મી સોસાયટી કે જે છેલ્લાં ૧૫ વર્ષથી આવેલ છે આ સોસાયટીમા લગભગ ૧૪૦ જેટલા મકાનો આવેલ છે અને ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરેલ બધા જ વેરા ભરે છે. જોકે શુભલક્ષ્મી સોસાયટીનો પોતાનો પાણીનો બોર હતો જે છેલ્લા ૮ દિવસથી બગડી ગયેલ હોઇ સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત કરવા છતાંય ગ્રામપંચાયતના સરપંચ જ્યોત્સનાબેન સોલંકી દ્વારા કોઈ પણ જાતની તજવીજ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો દ્વારા ભરૂચ વિધાનસભા ધારાસભ્ય દુષ્યંત પટેલને રજુઆત કરતા ધારાસભ્યએ તેમની વર્ષ ૨૦૧૮/૨૦૧૯ ગ્રાન્ટમાંથી રૂપિયા ૨ લાખ ની ફારવણી કરેલ જેને લઈ શુભ લક્ષ્મી સોસાયટીના રહીશો દ્વારા બોર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવેલ પણ ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈ કારણોસર બોર ખોદવાની કામગીરી બંધ કરવામાં આવી હતી એમ સ્થાનિકોએ જણાવ્યુ હતું. ગામના સરપંચને બોરના ખોદકામ પ્રસંગે બોલાવવામાં આવ્યા ન હતા તેના કારણે પાણીના બોરની ખોદવાની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે, પોતાનું સન્માન ન જળવાયું હોય જેથી લોકોને પાણી વિહોણા રાખવાના હોય એમ લાગી રહ્યું છે. જોકે આ ઘટનાને લઈ સરપંચ જ્યોત્સનાબેન સોલંકી સામે સ્થાનિકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે. સોસાયટીમાં ટૂક સમયમાં લગ્ન પ્રસંગો હોઈ અને ઉનાળાની શરૂઆતના સમયે જો સરપંચ તેમની મન માની છોડી વહેલામાં વહેલી તકે આ પાણીનાં બોરની કામગીરી શરૂ નહિ કરાવે તો અમો શુભ લક્ષ્મી સોસાયટી ના રહીશો ગ્રામ પંચાયતનો ઘેરાવો કરી ભૂખ હડતાલ પર ઉતરીશું એમ તેમણે જણાવ્યુ હતું.

આ સંદર્ભે ઝાડેશ્વર ગામના તલાટીનો ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે આ સોસાયટીના નવા બોર ખોદવા બાબતે કોઈ માહિતી નથી, સરકારી કચેરીનો લેખિત માં પત્ર કે વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી. અને આ બોરના ખોદકામ બાબતે ગ્રામ પંચાયતને કોઈ જાણ ન કરતાં સરપંચ અને તેમના સભ્યો દ્વારા બંધ કરવામાં આવ્યો હશે.

જોકે આ બાબતે લોકોના જીવન માટે અતિ ઉપયોગી એવા પાણીની જરૂરિયાત છે કે એક વર્ક ઓર્ડરની, તેવી અસમંજસમાં સોસાયટીના રહીશો મુકાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY