શહેરમાં દરરોજ 25 થી 30 ટકા બહુમૂલ્ય પાણીનો વેડફાટ

0
232

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૬પ લાખ શહેરીજનોને દરરોજ ૧૧પ૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પડાય છે એટલે કે પ્રતિવ્યકિત પ્રતિદિન ૧૪૦ થી ૧પ૦ લિટર પાણી અપાઇ રહ્યું છે. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ‘સ્કાડા’ સિસ્ટમ કાર્યરત કરાઇ છે.

આ ‘સ્કાડા’ સિસ્ટમના કારણે શહેરીજનોને પૂરા પાડવામાં આવતા પાણી અંગે સતત મોનિટરિંગ કરાતું હોવાનો તંત્રનો દાવો છે. બીજી તરફ સત્તાવાળાઓએ ખુુદ શહેરમાં રપ થી ૩૦ ટકા જેટલું પાણી વેડફાતું હોવાનો નિખાલસ એકરાર કર્યો છે.

શહેરને સ્માર્ટ સિટી જાહેર કરાયા બાદ ગત તા.ર૦ જૂને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીના કુલ ત્રણ પ્રોજેકટને એવોર્ડ મળ્યા છે, જેમાં ‘સ્કાડા’ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલાં ૧૪પ જેટલાં વોટર પંપિંગ સ્ટેશન, પાંચ ફ્રેન્ચવેલ તથા ચાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ર૯૦ ઇલેક્ટ્રો મેગ્નેટિક ફ્લો મીટર, ૧પ૪ કલોરીન ટર્બિલિટી એનેલાઇઝર તથા પીએચ મીટર, ૭૪૦ મ‌િલ્ટફંક્શન એનર્જી ‌મીટર, ૮૪૦ પ્રેશર ટ્રાન્સમીટર અને ૧પર લેવલ ટ્રાન્સમીટર ઇન્સ્ટોલ કરી પાણીનો જથ્થો, તેની ગુણવત્તા મેળવીને તેના પૃથક્કરણની કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે કોઇ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર ર૩ એમએલડી પાણીનું ઉત્પાદન વધુ કરાયું હોવાનો તેમજ ટેકનિકલ સુધારાથી ઇલેક્ટ્રિકલ એનર્જી ચાર્જિસ વગેરેમાં પ્રતિવર્ષ રૂ.પાંચ કરોડની બચત થઇ હોવાનો પણ તંત્રનો દાવો છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી હેઠળના આ ‘સ્કાડા’ પ્રોજેકટને એવોર્ડ એનાયત કરાયો છે. તાજેતરના ઉનાળાના દિવસોમાં ‘સ્કાડા’ સિસ્ટમના કારણે નાગરિકોને પીવાના પાણીની કોઇ તંગી પડી નહોતી તેવો દાવો કરનાર સત્તાવાળાઓએ બીજી તરફ ચાલુ વર્ષે ર૦૧૮-૧૯ના ડ્રાફટ બજેટમાં શહેરમાં આશરે રપ થી ૩૦ ટકા પાણી વેડફાઇ રહ્યું હોવાનો નિખાલસ એકરાર કર્યો છે.

જાણકાર સૂત્રો કહે છે કે તંત્રને ભલે ‘સ્કાડા’ સિસ્ટમ માટે કેન્દ્રનો એવોર્ડ મળ્યો હોય પણ આજે પણ પાણીની વ્યાપક ચોરી થઇ રહી છે. અનેક ગેરકાયદે પાણીનાં જોડાણ તેમજ પાણીની પાઇપલાઇનમાં છાશવારે પડતાં ભંગાણને કારણે દર વર્ષે મ્યુનિસિપલ તિજોરીને કરોડો રૂપિયાની પાણીની આવક ગુમાવવી પડે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY