ગુજરાત બાદ મહારાષ્ટ્ર અને હવે વારો પ્લાસ્ટિક મુક્ત ભારતનો….!!?

0
136

આજે ૨૩ જૂન, ૨૦૧૮નો દિવસ. સંપૂર્ણ મહારાષ્ટ્રમાં આજ, શનિવારથી પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકતા કાયદાનો અમલ. મહારાષ્ષ્ટ્રએ દેશનું પહેલું રાજય છે, જે પર્યાવરણ શુદ્ધિ જાળવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ લાદવાનો પ્રારંભ કરે છે. બેશક અન્ય રાજયોની તેના પર નજર રહેશે કે, કઇ રીતે વહીવટીતંત્ર ગોઠવાય છે, કોણ પ્લાસ્ટિક વાપરી શકે છે, કેવા પ્રકારનું વાપરી શકે છે અને કેવા પ્રકારના પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ છે, તેમ છતાં કોણ તેનો ઉપયોગ કરતાં દંડાય છે, કઇ રીતે તેની સજા ફટકારાય છે અને તેની પ્રતિક્રિયાઓ કેવી આવે છે! કાયદાનો સંપૂર્ણ અર્થ એવો છે કે, વાપરી અને ફેંકી દેવાતી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લેટસ, સ્ટ્રો અને ગ્લાસ વગેરે વાપરવા અને બનાવવા કે વેચવા પર પ્રતિબંધ રહેશે. મૂળ વાત પર્યાવરણ રક્ષણની છે. મહારાષ્ટ્ર સરકારે તો આ વર્ષે ૨૩ માર્ચના રોજ તે અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તે મુજબ ઉત્પાદન, ઉપયોગ, વિતરણ, હેરફેર અને સંગ્રહ ઉપરાંત પ્લાસ્ટિક થેલીઓ આયાત કરવા પર પણ પ્રતિબંધ લાદયો છે.
કાયદો બને એટલે સજાની જાગવાઇઓ તો ઊભી કરવી જ પડે. તે મુજબ પહેલી વખત ગુનો કરનારે પાંચ હજાર રૂપિયાનો, બીજીવાર દસ હજારનો અને આખરે પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવાની અને ત્રણ મહિનાની કેદની સજાની જાગવાઈ કરવામાં આવી છે અને આ કાયદાનું નામ છે મહારાષ્ટ્ર નોન-બાયો-ડિગ્રેડેબલ ગાર્બેજ ક્ધટ્રોલ એકટ ૨૦૦૬, જેના અંતર્ગત કાર્યવાહી હાથ ધરાશે. વિરોધ તો થયો, પણ કોર્ટે ના તો કાયદાને સ્ટે આપ્યો અને ના દંડની રકમમાં ઘટાડો કર્યો. પર્યાવરણવાદીઓએ શરૂઆતથી જ સરકારના આ નિયંત્રણના નિર્ણયને આવકારતાં કહ્યુ હતું કે આની શરૂઆત દસ વર્ષ પહેલાં થવી જાઈતી હતી. કારણ કે બેદરકારી અને બિનજરૂરી પ્લાસ્ટિકના ઉપયોગના કારણે અર્થતંત્ર પર બહુ ખરાબ અસર આપણે સહન કરી છે. એ પ્લાસ્ટિકને બાળીને નાશ કરવાથી કાર્સિનોજેનિક ટોક્સિન્સનો ઉપદ્રવ વધ્યો છે. આરોગ્ય માટે અત્યંત હાનિકારક બાબત છે. બીજી તરફ ઉત્પાદન પર પ્રતિબંધ લદાતાં નાની મોટી મળીને રૂ. ૫૦ હજાર કરોડની ઈન્ડસ્ટ્રી પર વિપરીત અસર પડશે. ઉત્પાદન પેકેજિંગ અને અનાજના બેકરીના અને વસ્ત્રોના સપ્લાય પર અને એ ઉદ્યોગોની દશા ખૂબ જ માઠી થઈ જવાની છે. કેટલાય ઉદ્યોગો બંધ થવાના આરે છે, કારણ કે બેઝિક પેકેજિંગ મટિરિયલ હવેથી નહીં મળે. અંદાજે ત્રણ લાખ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે તેવો ભય સેવાય છે.
જા કે નિયંત્રણ લાદવાના નિર્ણય સાથે સરકારે ઘણી જાગૃતિ પણ દાખવી છે, અને ચોક્કસ પ્રકારનાં પ્લાસ્ટિકને નિયંત્રણની બહાર રાખ્યા છે. જેમ કે દવાઓ અને ઔષધિ માટેનાં પેકેજિંગમાં વપરાતું પ્લાસ્ટિક, દૂધના પેકેજિંગ માટે વપરાતું પ્લાસ્ટિક, હોર્ટીકલ્ચર અને એગ્રીકલ્ચરના પેકેજિંગ માટે વપરાતું કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બેગ, એક્સપો‹ટગ સામાનમાં વપરાતી પ્લાસ્ટિક બેગ્સ, ઉત્પાદનમાં વપરાતું પ્લાસ્ટિક અને સોલીડ વેસ્ટના હેન્ડલિંગ માટે વપરાતું પ્લાસ્ટિક આ બધું નિયંત્રણથી મુક્ત છે.
સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ પ્લાસ્ટિકનાં ઉત્પાદનો અને થર્મોકોલ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈ ડેકોરેશનમાં પણ થર્મોકોલનો ઉપયોગ કરી શકાશે નહીં. થર્મોકોલ પર ગણેશ ચતુર્થીના ઉત્સવ સુધી પ્રતિબંધ લાગુ નહીં પડે, બાકી અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ મહારાષ્ટ્રમાં જે પ્રકારની પ્લાસ્ટિક બનાવટ પ્રતિબંધિત છે, તે લઈને રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં, તેવી વસ્તુઓનો સ્ટેશનો પર નાશ કરવાની યંત્રણા પણ ગોઠવવામાં આવશે, એવું જ એરપોર્ટ પર ગોઠવવામાં આવશે. આ પ્રતિબંધના અમલ માટે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેમ જ ડિસ્ટ્રીક્ટ અને લોકલ એડમિનિસ્ટ્રેશનને સત્તા આપવામાં આવશે. પ્રવાસન સ્થળો પર આ કાયદાના અમલ અંગેની સત્તા ટૂરિઝમ પોલીસ કે મહારાષ્ટ્ર રિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને જવાબદારી સોંપાશે. પ્લાસ્ટિક બોટલ માટે ‘બાયબેક’ પોલીસી સાથે સ્ટોલધારકો સાથે સમજૂતી કરાય તેવી શક્યતા છે. એ વાત નક્કી છે કે, મોલ્સમાં કે દુકાનોમાં હાઈક્વોલિટી કેરીબેગ્સ પર પણ પ્રતિબંધ છે અને તે ઉપરાંત ફેરિયાઓ પણ તેનો ઉપયોગ ન કરે તેના માટે સેંકડો ઈન્સ્પેક્ટર્સની બાજ નજર રહેશે. હવે તેમાં પણ ‘ઈન્સ્પેક્ટર રાજ’નો ભ્રષ્ટાચાર ન પ્રવેશે એ આપણે સૌએ જાવાનું છે. સહન કરી લઈએ અને અસહ્ય બનતી સ્થિતિ ટાળીએ તો ખૂબ સારું. બાકી કાયદા તો ઘણા છે એનો અમલ યોગ્ય રીતે થાય ત્યારે કામ થાય.(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY