એક જ પરિવારના ગુણગાનમાં અનેક મહાનુભાવોના બલિદાનો ભુલાવી દેવાયા: મોદી

0
164

ઈંદોર,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના મધ્ય પ્રદેશની મુલાકાતે ગયા છે. અહીં તેમણે મોહનપુરા ડેલનું લોકાર્પણ કર્યું. સાથે જ વધુ ત્રણ પરિયોજનાઓને લીલી ઝંડી દેખાડી હતી. વડાપ્રધાને કહ્યુ હતું કે મારૂ સૌભાગ્ય છે કે, આજ મને ૪ હજાર કરોડ રૂપિયાની મોહનપુરા સિંચાઈ પરિયોજનાનું લોકાર્પણ કરવાની સાથે સાથે પાણીની ૩ અન્ય પરિયોજનાઓની શરૂઆત કરવાનો અવસર મળ્યો. અહીં વડાપ્રધાને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ પર રીતસરના ચાબખા માર્યાં હતાં.
વડાપ્રધાન મોદીએ કÌšં હતું કે, જે ભ્રમ, જુઠ્ઠાણાં અને નિરાશા ફેલાવી રહ્યાં છે, તે જમીની હકીકતથી કપાયેલા છે. તેમણે જનસભાને સંબોધિત કરતાં કÌšં હતું કે, આ સિંચાઈ પરિયોજનાઓ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને, પોતાના માથે ઈંટ ઉપાડનરને, તબકડા ઉઠાવનારને, પાવડો પકડનારને, નાના નાના મસીનથી લઈને મોટા મોટા યંત્રો ચલાવનારાઓને હું નમન કરૂ છું. ગરમી, ઠંડી કે પછી વરસાદ હોય, રાષ્ટÙનિર્માણના જે પુણ્યના કામમાં જાડાયેલા છે, તે અતુલનીય છે. લોકોનો ઉત્સાહ વધારતા તેમણે કÌšં હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકોનું રેલીમાં આવવું એ વાતની સાક્ષી પુરે છે કે સરકાર પર, તેની નીતિઓ પર તમારો કેટલો વિશ્વાસ છે. જે લોકો દેશમાં ભ્રમ ફેલાવવામાં લાગેલા છે, તેઓ જમીની હકીકતથી કપાઈ ચુક્યા છે, તમે જ તેનો સાક્ષાત નજારો છો.
કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કÌšં હતું કે, પહેલા પ્રદેશની સ્થિતિ શું હતી કે મધ્ય પ્રદેશને બિમાર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો. પરંતુ શિવરાજ સરકાર આવ્યા બાદ આ પ્રદેશની સ્થિતિમાં સુધારો થયો છે. સાથે જ વડાપ્રધાને કહ્યુછે કે, આ સરકાર શ્રમનું સન્માન કરનારી સરકાર છે. શ્રમ પ્રત્યે લોકોનું વલણ ભલે સકારાત્મક ના હોય, તેઓ રોજગારની મજાક ઉડાડતા હોય પરંતુ આ સરકારના પ્રયાસ આજે સૌની સામે છે. મધ્ય પ્રદેશના પણ ૮૫ લાખથી વધુ લોકોને મુદ્રા યોજનાનો લાભ મળ્યો છે.
આજે દેશના મહાન સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યસ્થિતિને યાદ કરતા વડાપ્રધાને કહ્યુ હતું કે, હું તેમને નમન કરવા માંગુ છું અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગુ છું. તેમણે કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા કÌšં હતું કે, આ દેશનું દુર્ભાગ્ય છે કે એક જ પરિવારના મહિમામંડન કરવા માટે દેશના અનેક સપૂતો અને તેમના યોગદાનને નાના કરીને આંકવામાં આવ્યાં.
મુખ્યમંત્રીના કામના વખાણ કરતા વડાપ્રધાને કહ્યુ હતું કે, શિવરાજ સિંહના શાસનમાં મધ્ય પ્રદેશ્હે વિકાસની નવી ગાથા લખી છે. આજે અહીં મોહનપુરામાં સિંચાઈ પરિયોજનાના લોકાર્પણ અને ત્રણ અન્ય વાટર સપ્લાઈ સ્કીમો પર કામ શરૂ થવું, આ કડીનો ભાગ છે. આ પરિયોજના રાજગઠ જ નહીં પરંતુ આખા મધ્ય પ્રદેશની સૌથી મોટી પરિયોજનાઓમાંની એક છે. આ પરિયોજનાથી ના માત્ર ઝડપથી થતા વિકાસનું ઉદાહરણ છે પરંતુ સરકારની કામ કરવાની પદ્ધતિનો પણ પુરાવો છે. લગભગ ૪ વર્ષની અંદર આ પરિયોજના ને પુરી કરી છે. તેમાં માઈક્રો ઈરીગેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, એટલે કે પાઈપલાઈન પાંથરીને ખેતી સ્ધી પાણી પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે રાજગઢ પહોંચ્યા હતાં. પીએમ મોદીનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માલવાની પરંપરા અનુંસાર પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીની સાથે સ્ટેજ પર રાજ્યપાલ આનંદી બેન પટેલ, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY