બેઇજીંગ,તા.૭
બોલિવૂડ એક્ટર રીતિક રોશનની ૧૨ જુલાઈએ ફિલ્મ ‘સુપર ૩૦’ ભારતમાં રિલીઝ થવાની છે. રીતિકની બે વર્ષ બાદ ફિલ્મ રિલીઝ થશે. રીતિકની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘કાબિલ’ હતી. જે ૨૦૧૭માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં ૧૦૩.૮૪ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ હવે, ચીનમાં પાંચ જૂને રિલીઝ થઈ છે. ચીનમાં આ ફિલ્મને પહેલાં દિવસે નબળો પ્રતિસાદ મળ્યો છે.
રીતિક રોશન તથા યામી ગૌતમે ચીનમાં જઈને ‘કાબિલ’નું પ્રમોશન કર્યું હતું. હાલમાં જ ચીનમાં આયુષ્માનની ‘અંધાધૂન’ તથા સ્વ. શ્રીદેવીની ‘મોમ’ રિલીઝ થઈ હતી. જાકે, આ બંને ફિલ્મની તુલનામાં ‘કાબિલ’ને ઘણો જ મોડો પ્રતિસાદ સાંપડ્યો છે. આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર ૪.૨૯ કરોડની કમાણી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



