બેઇજિંગ,તા.૨૪
ઉત્તર ચીનમાં એક માઈનિંગ કંપનીમાં બસ દુર્ઘટના સર્જાતા ૨૧ લોકોના મોત થયા છે તેમજ ૨૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે. શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે ૮.૨૦ કલાકે મોંગોલિયાના અંતરિયાળ સ્વાયત્ત પ્રાંતમાં આવેલી યિનમેન માઈનિંગ કંપનીના ઝિંક, લેડ અને ચાંદીની ખાણ નજીક અકસ્માત થયો હતો. પ્રાદેશિક આપદા વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું કે ૫૦ જેટલા મજૂરોને લઈને જતી બસની બ્રેક ફેઈલ થવાથી ચાલકે તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ એક ટનલ સાથે જઈને અથડાઈ હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ઈમર્જન્સી મેનેજમેન્ટ મંત્રાલયે કાર્યકારી ટીમને ઘટનાસ્થળે રવાના કરી છે તેમજ ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યો છે. તપાસ ચાલુ હોવાથી મંત્રાલયે કંપનીના કર્મચારીઓ પર મુસાફરીના નિયંત્રણો લાદ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




