બજારમાં ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સમાં નજીવો સુધાર રહ્યો

0
26

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
શેરબજારમાં આજે ફ્લેટ Âસ્થતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮ પોઇન્ટ ઉછળીને ૩૫૨૧૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૨ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૧૮ નોંધાઈ હતી. માર્ચ ૨૦૧૮ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા હવે જારી કરવામાં આવી રહ્યા છે. વ્યÂક્તગત શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો. બ્રોડર એનએસઈ ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો તેમાં જાવા મળ્યો હતો. આગામી દિવસોમાં મોટા ઘટનાક્રમ જાવા મળનાર છે જેમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને તેના પરિણામનો સમાવેશ થાય છે. એશિયન શેરબજારમાં પણ આજે મિશ્ર Âસ્થતિ રહી હતી. વૈશ્વિકરીતે તેલની કિંમતો આંશિકરીતે આજે હળવી થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ છે. ઇરાન ન્યુÂક્લયર સમજૂતિમાંથી અમેરિકા પરત નિકળી જશે કે કેમ તેને લઇને નિર્ણય કરવામાં આવનાર છે. મૂડીરોકાણકારોની નજર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ઉપર કેન્દ્રિત થઇ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરમાં ૧.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ૦.૨ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. જેએસપીએલના પરિણામ બુધવારના દિવસે જારી કરાશે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્‌સ, નેસ્લે ઇÂન્ડયા, તાતા કોમ્યુનિકેશન, ટાઇટન કંપની, યુનિયન બેંક ઓફ ઇÂન્ડયા, ઝી એન્ટરટેઇનમેન્ટના પરિણામ ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે જીલેટ ઇÂન્ડયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇÂન્ડયનની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. શેરબજારમાં ગઇકાલે પણ તેજી રહી હતી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. નિફ્ટી સોમવારના દિવસે ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦થી ઉપરની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૦૭૧૫ની સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ સેંસેક્સ ૨૯૩ પોઇન્ટ ઉછળીને ૩૫૨૦૮ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટીને કુદાવી હતી. શેરબજારમાં હાલ પ્રવાહી Âસ્થતિ જાવા મળી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY