મુંબઈ,તા.૧૭
અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે આજકાલ જુદી જુદી રમતોના ઇન્ટરનેશનલ ખેલાડીઓ વિશે ફિલ્મ બની રહી છે એ બહુ સારી વાત છે. આ ફિલ્મો ટીનેજર્સને સ્પોર્ટ તરફ આકર્ષી શકે છે.
રિચા ચડ્ડા પોતે અશ્વિની આયર તિવારીની કબડ્ડીની રમત પર આધારિત ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનો મુખ્ય રોલ કંગના રનૌત કરી રહી છે. હાલ જા કે કંગના પોતાની ઐતિહાસિક ફિલ્મ મણીકર્ણિકા- ધ ક્વીન આૅફ ઝાંસી ફિલ્મના કામમાં બીઝી છે. આ ફિલ્મ પૂરી થાય ત્યારબાદ એ અશ્વિનીની ફિલ્મ શરૃ કરશે.
રિચાએ કહ્યું હતું કે આ રોલ મારા માટે ખૂબ ચેલેંજિંગ બની રહેવાનો છે કારણ કે આ રમતમાં ફિઝિકલ ફિટનેસ અનિવાર્ય હોય છે. કંગના ઉપરાંત પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં એક મહ¥વનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મને હાલ પંગા નામ આપવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં મહિલા કબડ્ડી ખેલાડીઓ અને એમની સમસ્યાઓની વાત વણી લેવામાં આવી હોવાનું પણ રિચાએ કહ્યું હતું. એ માને છે કે આ ફિલ્મ કબડ્ડની રમતની લોકપ્રિયતા વધારશે. ઉમંગ કુમારની ફિલ્મ મેરી કોમે મહિલા બોક્સરોને લોકપ્રિયતા બક્ષી હતી અને ત્યારબાદ દંગલ ફિલ્મ બની હતી એમ રિચા કહે છે. હાલ બેડમિંગ્ટન પ્લેયર સાઇના નેહવાલ અને સાનિયા મિર્ઝા વિશે બાયો-ફિલ્મો બની રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




