ચેન્નાઈ,તા.૨૬
સાઉથમાં ભગવાનની જેમ પૂજાતા મેગાસ્ટાર રજનીકાંતની સમગ્ર અભિનય કારકિર્દીનો મદાર હવે શંકરની ફિલ્મ ૨.૦ના ભાવિ પર અવલંબે છે એેવી માહિતી મલી હતી.
રજનીકાંતની છેલ્લી બે ત્રણ ફિલ્મો બોક્સ આૅફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી અને રજનીકાંતના કેટલાક હાર્ડકોર વિતરકો પણ નાસીપાસ થઇ જાય એ રીતે આ ફિલ્મો પીટાઇ ગઇ હતી એટલે રજનીકાંતનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો અને એણે ૨.૦ના દરેક પગલા પર જાતે કાળજી રાખવાનું પસંદ કર્યું હતું.
૨.૦ રજનીકાંતની જ શંકર નિર્દેશિત ફિલ્મ એન્થીરન (રોબોટ) ની સિક્વલ છે. મૂળ ફિલ્મ ૨૦૧૦માં રજૂ થઇ હતી અને એમાં ઐશ્વર્યા રાય બચ્ચને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. સિક્વલમાં જા કે ઐશ્વર્યા નથી. સિક્વલમાં બોલિવૂડના મોખરાના અભિનેતા અક્ષય કુમારે ઠીક ઠીક નેગેટિવ કહેવાય એવો રોલ કર્યો છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યું કે આ ફિલ્મ હિટ નીવડે એ અનિવાર્યતા છે. આ ફિલ્મની વીએફએક્સ (સ્પેશિયલ ઇફેક્ટ્સ ) રજનીકાંતે આખેઆખી ફરી કરાવી હતી એટલે ફિલ્મનું બજેટ ૪૦૦ કરોડ કરતાં કિયાય વધી ગયુ હતું. હવે જા ફિલ્મ ન ચાલે તો એકલા રજનીકાંત નહીં પણ અનેક લોકો આર્થિક દ્રષ્ટિએ ડૂબી જવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




