હળવદ હાઈવે રોડ પર થી ૪૦લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ

0
254

ત્રણ ડમ્પર સહીત ૬૦ ટન રેતી સાથે ત્રણ શખ્સની અટકાયત કરી

હળવદ તાલુકામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે ખનીજ ચોરી ડામવા હળવદ પોલીસ અવારનવાર ખનીજ ચોરી ઝડપી ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે ત્યારે હળવદ સરા ચોકડીએ હાઈવે રોડ પર મોરબી ખાણ ખનીજ ની ટીમે ગેરકાયદેસ રેતી ભરેલા ત્રણ ડમ્પર ૬૦ટન રેતી સહીત ૪૦લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણશખ્સની અટકાયત કરી ને હળવદ પોલીસ ને હવાલે કર્યો હતા

હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની સફેદ રેતીનો કારો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ભૂમાફિયાઓ બેરોકટોક ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે બ્રાહ્મણી નદીની સફેદ રેતીની જીલ્લામાં અને જીલ્લા બહાર ભારે માંગ છે ત્યારે ભૂમાફિયાઓ તંત્રને સંતાકુકડી રમાડી રાતોરાત બેરોકટોક ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકશાન પહોચાડી તગડી રકમ કમાય માલામાલ બની જાય છે ત્યારે હળવદ મા મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમા આવતા હળવદ સરા ચોકડી હાઈવે રોડ પર થી ગેરકાયદેસર પાસ પરમીટ રોયલ્ટી વિના ૬૦ ટન રેતી ભરેલા ત્રણ ડમ્પરોઝડપી પાડીને રૂપિયા ૪૦ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ડમ્પર ચાલક દિધડીયા ના પ્રવિણભાઈ હમીરભાઈ હળવદના કાળુભાઈ પરભુભાઈ પ્રકાશભાઈ વિરજીભાઈ સહીત ના ત્રણ શખ્સો ને અટક કરીને ને હળવદ પોલીસ ને હવાલે કર્યો હતા ખનીજ ચોરી ના દરોડા પડતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

હળવદ પોલીસે પાંચ ટ્રેકટરો ડીટેઈન કયો

હળવદ પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ.આર સોલંકી અને ડી સ્ટાફ ના માણસો દ્રારા હળવદ તાલુકા ના ચાડધ્રા ગામે થી પાંચ ટ્રેકટરો ની આગળ પાછળ નંબર પ્લેટ વિના હોવા થી પાંચ ટ્રેકટરો ઓ ડીટેઈન કરી ને ૨૦૭ મુજબ આર ટી ઓ કચેરી ના મેમા આપ્યા હતા આમ હળવદ પોલીસે હરકત મા આવતા વાહનચાલકોને મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

મયુર રાવલ હળવદ
મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY