સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને પૂર્વ સાંસદ બાલકવિ બૈરાગીનું નિધન

0
169

તેઓ રાજ્યસભા અને નિમચ-મંદસૌરથી લોકસભાના સાંદ પણ રહી ચૂક્યા છે
ભોપાલ,તા.૧૪
પ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ બાલકવિ બૈરાગીનું ૮૭ વર્ષની વયે મધ્યપ્રદેશના મનાસા સ્થિત પોતાના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ રાજ્યસભા અને નિમચ-મંદસૌરથી લોકસભાના સાંસદ પણ રહી ચૂકયા હતા. મધ્યપ્રદેશ સરકારે તેમને કવિ પ્રદીપ સન્માનથી નવાજ્યા હતા.
તેમણે ર૬થી વધુ ફિલ્મો માટે ગીતો પણ લખ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે મનાસાના કવિ કોલોની સ્થિત તેમના ઘરની બહાર કરવામાં આવશે. દીવટ કા દીપ, હૈ કરોડો સૂર્ય, ઝર ગયે પાત અને અપની ગંધ નહીં બેચુંગા જેવી અદ્વિતીય રચનાઓ દ્વારા હિંદી સાહિત્યને તેમણે સમૃદ્ધ બનાવ્યું હતું.
બાલકવિ બૈરાગીએ રપથી વધુ પુસ્તકો પણ લખ્યાં હતાં. પૂર્વ પ્રધાન બાલકવિ બૈરાગી બે વખત ધારાસભ્ય, એક વખત સાંસદ અને એક વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેમનો જન્મ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ રામપુરા ગામમાં દ્વારિકાદાસ બૈરાગી અને ધાપુબાઇ બૈરાગીને ત્યાં થયો હતો. તેઓ સહજ, કુશળ અને સ્નેહભાવ ધરાવતા વ્યકિત હતા.
તેમણે ૧૯૬૪માં વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈનથી એમએ (હિંદી)ની ફર્સ્ટ કલાસ ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને એક લોકપ્રિય કવિ તથા સાહિત્યકાર તરીકેની ઓળખ બનાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY