સરકાર નિંદ્રામાં… વિદ્યાર્થીઓની જીવનાં જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ

0
10

બનાસકાંઠા,તા.૨૮
રાજ્ય સરકાર શિક્ષણને લઇને અનેક મોટા બણગા ફૂંકે છે, તો બીજી બાજુ છાશવારે સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થાય છે. જેના કારણે રાજ્ય સરકારની પોલ ખોલી નાંખે છે. બનાસકાંઠાના લાખણી થરાદ હાઇ-વેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક જીપમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરીને લઇ જતો વીડિયો છે.
આટલેથી અટકતું નથી, માત્ર જીપમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં જ નથી આવતા, પરંતુ જીપ પાછળ વિદ્યાર્થીઓ લટકીને જાય છે. અહીં વિદ્યાર્થીઓ જીવના જાખમે મુસાફરી કરીને સ્કૂલમાં જાય છે. આ વીડિયોને જોતા સરકારના શિક્ષણને લઇને વિદ્યાર્થીઓ માટે કરેલી સુવિદ્યા કેટલી વ્યાજબી લાગે છે?
આ વીડિયોને જોતા લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે, કોઇ મોટી ઘટના બનશે તો તેના જવાબદાર કોણ? સરકાર કે? સત્તાધીશો? આવી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયા બાદ વારંવાર શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે, તેમ છતાં કોઇ નોટિસ કે આજ્ઞાનું પાલન થતું નથી.
સત્તાધીશો પણ સરકારની નોટિસ અને આજ્ઞાઓને ધોળીને પી ગયા છે. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ અનેક વખતે આવી જાખમી મુસાફરીના વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, પરંતુ જાણે સરકાર અને સત્તાધીશોએ કાન અને આંખ બંધ કરી દીધા હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY