વડોદરાથી થરાદ જતી બસમાં કંડક્ટરે યુવતીની છેડતી કરતા હોબાળો મચ્યો

0
43

બનાસકાંઠા,તા.૨૬
વડોદરાથી થરાદ જતી બસના કંડક્ટર દ્વારા યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કંડક્ટર અને એ.ટી.આઇ. સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ મુદ્દે મુસાફરોએ ડીસા ડેપોમાં હોબાળો મચાવી દીધો હતો.
વડોદરાથી થરાદ જતી એસ.ટી. બસમાં આ યુવતી બેઠી હતી. જે રણુજા દર્શન કરી પરત ફરી રહ્યા હતા. દરમિયાન બસમાં યુવતીની કંડક્ટર ગણેશ પરમારે છેડતી કરી હતી. આ છેડતીની ઘટના મુદ્દે મુસાફરોએ ડીસા ડેપો મેનેજરને રજુઆત કરી હતી. આ સમયે હંગામો થતાં મારના ડરથી કંડક્ટર ટેબલ નીચે સંતાઇ ગયો હતો .
લોકોનું ટોળું બસ ડેપોમાં એકઠું થઈ જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. એટલું જ નહીં, ટેબલ નીચે ઘૂસી ગયેલા કંડક્ટરને પોલીસે બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે કંડક્ટર ગણેશ પરમાર અને એટીઆઈ પૂંજાભાઈ સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY