મેકિસકોમાં સ્મશાનમાં અંતિમવિધિ દરમ્યાન વ્યકિતએ કર્યું ફાયરિંગ,છના મોત

0
4

મેકિસકો,તા.૨૬
મેકિસકોમાં આવેલા એક ફ્યૂનરલ પાર્લર (સ્મશાન ઘાટ)માં એક અજાણ્યા વ્યકિતએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. સ્વજનની અંતિમવિધિમાં આવેલા લોકો જ્યારે શોક મનાવી રહ્યા હતા તે સમયે આ વ્યકિતએ ફાયરિંગ કરતાં ૬ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ૪ ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મેકિસકોના વેસ્ટર્ન મિશોકેન સ્ટેટના યુરૂપન ટાઉનમાં સ્મશાનમાં આવેલા વ્યકિતઓ પર અજાણ્યા વ્યકિતએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનામાં હજુ સુધી કોઇની ધરપકડ કરી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, યુરૂપન સ્ટેટ પેસિફિક કોસ્ટ નજીક આવેલું છે. આ ટાઉન અમેરિકા સુધી ડ્રગ ટ્રાફિકિંગનો મેઇન રૂટ છે.
પોલીસે આ આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. લોકલ મીડિયાના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા પાર્કમાં વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની અંતિમ વિધિમાં લોકો શોક મનાવી રહ્યા હતા તે દરમિયાન હુમલો થયો છે.
મેકિસકોમાં ડ્રગ્સ ટ્રેડના કારણે અવાર-નવાર પોલીસ અને ડ્રગ્સ માફિયા વચ્ચે ઘર્ષણ થતું રહે છે. આ વર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધી મેકિસકોમાં ૧૫,૯૭૩ લોકોની હત્યા છે. જ્યારે ૨૦૧૭માં ૧૩,૫૦૩ લોકોની હત્યા કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY