બનાસકાંઠા,તા.૩૦
બનાસકાંઠામાં સામાન્ય રીતે રીંછના હુમલા થવાથી માણસના મોતની ઘટનાઓ બની છે. પરંતુ મંગળવારે રીંછ નહીં પરંતુ ભૂંડના હુમલાથી એક મહિલાએ જીવ ખોયો હતો.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠના કાંકરેજના માંડલા ગામમાં ઉર્મિલા ચૌધરી નામની મહિલા ખેતરમાં કામ કરી રહી હતી. આ સમયે જંગલી ભૂંડ તેની પાસે ધસી આવ્યું અને એકાએક તેના ઉપર હુમલો કર્યો હતો.
ભૂંડે મહિલાના ગળાના ભાગે બચકા ભરીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકો ખેતરમાં દોડી આવ્યા હતા અને મહિલાને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં ડોક્ટરે મૃતજાહેર કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




