ગત રોજ એક જાગૃત નાગરિક(અરજદાર)દ્વારા મળેલ ફરિયાદ અનુસંધાને મદદનીશ નિયામક બોર્ડર એકમ કે એચ ગોહિલ ભુજ ની સૂચના અને દોરવણી હેઠળ એસીબી પીઆઇ કે જે પટેલ અને તેમ ની ટીમે પાલનપુર સર્કિટહાઉસ વાલ્મિકી કક્ષ ખાતે સક્સેસફુલ ટેપ ગોઠવી હતી.જેમાં પ્રાપ્ત વિગત મુજબ આરોપી: (૧)વી.કે.ઉપાધ્યાય,નાયબ જીલ્લા ચુંટણી અધીકારી,બનાસકાંઠા(વધારાનો ચાર્જ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,વર્ગ-૧,ડીસા,બનાસકાંઠા
(૨)રમેશભાઈ અબાભાઈ પટેલ,પ્રજાજન,રહે:કુડા,લાખણી એ લાંચ માં માંગેલ રકમ :
રૂ ૨૦૦,૦૦૦/-
લાંચ માં સ્વીકારેલ અને પરત મેળવેલ રકમ
: રૂ ૧,૫૦,૦૦૦/- હતી
ગુન્હા ની વિગત અનુસાર
આ કામ ના ફરિયાદી ભાડે થી જેસીબી તથા ડમ્પરો રાખી માટી પુરણ નુ કામ કરે છે.અને જે જગ્યા થી ખોદકામ કરાવે છે ત્યાં નિયમ મુજબ ખાણ ખનીજ વિભાગ માં થીજરુરી પાવતી ઓ લઈ કામ કરતા હોઈ પરંતુ છેલ્લા થોડા સમય થી આરોપી નં-૧ ના ઓ ફરીયાદી ની ટ્રકો તેમજ જેસીબી બંધ હોય તો પણ ગેરકાયદેસર નાંણા ની માંગણી કરી સાધનો કબ્જે કરવાની ધમકી ઓ આપતા હતા.ગઈ તા:૧૭/૦૩/૧૮ ના રોજ ફરીયાદી ના બે ડમ્પર ડીસા મામલતદાર કચેરી એ મુકાવેલ અને જેસીબી મશીન પાસે પોલીસ ના માણસો મુકાવી જતા રહેલ.ત્યાર બાદ ફરીયાદી આક્ષેપીત નં-૧ ને મળતા ૧૦૦,૦૦૦/- ની માંગણી કરેલી.જેથી ફરીયાદી એ પૈસા આપતા ડમ્પર ઉપર કોઇ પણ કાયદેસર ની કાર્યવાહી કર્યા સિવાય ફરીયાદી ને પરત આપેલ અને જેસીબી મશીનો નો દંડ ઓછો આવે એવો રીપોર્ટ બનાવવા તથા એક મહીના સુધી ધંધો ચાલવા દેવાના રૂ.૨૦૦,૦૦૦/- ની માંગણી વચેટીયા રમેશભાઈ ના ઓ દ્વારા કરાવી રૂ૧,૫૦,૦૦૦/- વચેટીયાની હાજરી માં રુબરૂ સ્વીકારી રંગેહાથ પકડાઈ જઇ ગુનો કર્યો હતો આગળ ની કાર્યવાહી ચાલુ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"