ભરૂચ,
૨૬/૦૩/૨૦૧૮
આજ રોજ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટના સભ્યો અને ભરૂચ જિલ્લામાં વસતા અનુસૂચિત જાતિ અને જનજાતિનાં નાગરિકોએ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એકટની જોગવાઈઓ નબળી બની જાય તે પ્રકારે આપેલા ચુકાદાને ગેર બંધારણીય અને અન્યાઈ ગણાવ્યું હતું.સાથે ગુજરાતના નિવૃત એસીશનલ ડિસ્ટ્રીકટ જજ કે.બી રાઠોડે આપેલા નિવેદનો દોહરાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટને કાયદાની કોઈ પણ કલમ રદ કરવાની સત્તા નથી. આ સત્તા માત્રને માત્ર સંસદને છે. તેવા દાવાઓ આગળ ધરી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને રદ કરવા માંગ ઉઠાવી હતી. સાથે જો આ જજમેન્ટ પાછું ન લેવાય તો દલિત સમાજ અહિંસક આંદોલન રેલી અને ધરણા અને પ્રદર્શનો કરી પ્રચંડ વિરોધ વ્યક્ત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"