મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ, આજે ઠંડીમાં વધારો થવાની શક્યતા
બનાસકાંઠા-મોરબી,તા.૨૬
બનાસકાંઠાના ડીસામાં કમોસમી વરસાદ ખાબક્્યો છે. મધરાત્રે કરા સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેતરમાં ઉભા રવીપાકને ભારે નુકસાનની ભીતિ પણ થઇ રહી છે. જેમાં જીરું, ઈસબગુલ, બટાટા, રાયડાને પણ નુકસાન થઇ શકે છે.
ડીસા સહિત આસપાસના વિસ્તારમાં માવઠા જેવો માહોલ જોવા મળ્યો. અનેક વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદી છાંટા પણ પડ્યા. જે બાદ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સાયક્લોનીક સરક્્યુલેશનની આગાહી પણ આપી હતી. જાકે, સમગ્ર વિસ્તારમાં વરસાદી છાટા પડતા વાતાવરણમાં પણ ભારે પલટો આવ્યો અને ખેડૂતોને પણ ભારે ચિંતા સતાવી રહી છે. મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જાવા મળ્યો. જિલ્લાના મોડાસામાં વાદળછાયુ અને ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને પગલે ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે. માવઠું થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જાવા મળી રહી છે.
યાત્રાધામ ડાકોરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. બે દિવસથી વાદળ છાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે. તો આ તરફ ધીમા વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. તમાકુ, ઘઉં, દિવેલા સહિતના ઉભા પાકને નુકસાનની ભીતિ છે. જ્યારે આજે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હાલમાં થોડું ઓછું થયું છે પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકવાની આગાહી કરી છે. ઠંડીની સાથે સાથે પવનની ગતિ પણ ભારે રહેશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.
જ્યારે બીજી બાજુ ઠંડીની સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેનાં કારણે બનાસકાંઠા, કચ્છમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
વરસાદ પડે તો ખેડૂતોનાં ઉભા પાકને પણ નુકસાન થઈ શકે છે. તો ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને ૪૮ કલાક દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે. તો મહત્વનું છે કે આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




