અમરેલી,તા.૨૬
અમરેલીની ખાનગી હોસ્પિટલમાં નર્સીંગની નોકરી કરતી યુવતીએ સરકારની નર્સીંગની ભરતીની પરીક્ષામાં પેપર નબળુ જતાં બીકના કારણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમરેલી ગજેરાપરામાં રહેતા રાજુભાઇ લખમણભાઇ ડોંગાની પુત્રી શ્રદ્ધાબેન તા.૨૪ના રોજ બપોરે ત્રણ કલાકે પોતાના ઘરે ગાળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
તેણી ખાનીગ હોસ્પિટલમાં નોકરી કરતી હતી જેથી સરકારની નર્સીંગની ભરતી માટેની પરીક્ષા આપેલી હોવાથી તેમાં પેપર નબળુ જતા આપઘાત કરી લીધો હતો. આ બંના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રેમલગ્ન કરવા માટે દાહોદથી નાસીને ધારીમાં રહેતા આદિવાસી પ્રેમી યુગલે સમાજ સાથે રહેવા નહીં દે એવા ડરથી એમના સ્વજનોની રૂબરમાં જ સજાડે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને ગંભીર હાલતમાં કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. પણ બંનેના મોત નીપજ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



