બનાસકાંઠા,તા.૧૧
શહેર તાલુકાના અલગ અલગ ગામોમાં ખેત તલાવડી બનાવવામાં અનેક કૌભાંડો આચર્યા છે. ખેત તલાવડી કૌભાંડનું ભૂત હવે છેક બનાસકાંઠા પહોંચ્યું છે. આ મામલે એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાંતા તાલુકાના થલવાડા ગામમાં એક સાથે ૯ ખેત તલાવડી માત્ર પેપર પર બનાવી ગેરરીતિ થયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં જમીન વિકાસ વિભાગના અધિકારીઓએ ૫.૨૬ લાખનો ગોટાળા કર્યા છે. અધિકારીઓએ ખોટા વાઉચરો બનાવી લાખોની રકમ ચાઉં કરી ગયા છે. આ મામલે એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
એસીબીએ ખેત તલાવડી બનાવવાના કૌભાંડમાં હસમુખ મેવાડા, સોનાજી કલાજી, ડાહ્યાભાઈ ચૌધરી સામે ગુનો નોંધ્યો છે. આ સિવાય રઘુભાઈ દેસાઈ, ડી.કે.પરમાર સહિતના અધિકારીઓ સામે પણ ગુનો નોંધ્યો છે. હવે તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અને ફોજદારી એકટ હેઠળ પગલા ભરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




