ડીસા,તા.૧
બનાસકાંઠામાં સરકારી હોસ્પિટલમાં એક તબીબની બદલી થતા દર્દીઓ ધરણા પર બેસી ગયા છે અને જ્યાં સુધી તબીબની બદલી નહીં અટકાવવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
સામાન્ય રીતે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવાનું ટાળતા હોય છે. પરંતુ બનાસકાંઠાની ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લાઈનો લાગે છે એનું એક માત્ર કારણ છે ડો. ખાન. ડો ખાનની ડીસા સિવિલહોસ્પિટલમાં છેલ્લા ૧૨ વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા હમણાં જ કરાયેલી ૪૧ બદલીઓમાં તેમની પણ બદલી કરાતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો છે.
એટલુ જ નહીં પણ જ્યારે તેમની બદલી કરી હોવાની જાણ થતાં જ તમામ દર્દીઓ પથારી છોડી બહાર દોડી આવ્યા હતા અને હોસ્પિટલનો દરવાજા બંધ કરી ધરણા પર બેસી ગયા હતા. બાટલો ચડાવેલો હોય તેવા સિરિયસ દર્દીઓ પણ બહાર આવી ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ડો. એમ એચ ખાનને પાછા સિવિલમાં લાવવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હાલમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં રોજના ૭૦૦ જેટલા દર્દીઓ આવે છે અને મોટાભાગના દર્દીઓને ડો એમ એચ ખાન દ્વારા પ્રેમપૂર્વક, લાગણી સાથે સારવાર કરાતા અચાનક તેમની બદલી થતા દર્દીઓમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે ત્યારે સિવિલ સુપરિટેન્ડન્ટે સરકારમાં જાણ કરી ઉચ્ચ સ્તરે રજુઆત કરવાની વાત કરી છે.
દર્દીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જતા પણ કતરાતા હોય છે ત્યારે ડો ખાનની દર્દીઓ પ્રત્યેની લાગણી અમે કર્તવ્ય પરાયણતા જાઈ સરકાર તેમની પાછી ડીસા સિવિલ ખાતે બદલી કરે છે કે કેમ તે જાવાનું રહ્યુ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



