બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાની ફરી રિકવરી શેરબજારમાં મંદી ઉપર અંતે બ્રેક : ૩૪૭ પોઇન્ટનો સુધાર

0
6

મુંબઇ,તા. ૨૫
શેરબજારમાં છેલ્લા પાંચ દિસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. ફાઇનાન્સિયલ શેરોમાં તેજી નોંધાઈ હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૪૭ પોઇન્ટ ઉછળીને ૩૬૬૫૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૧૦૬૭ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. એસબીઆઈ અને એક્સિસના શેરમાં તીવ્ર ઉછાળો જાવા મળ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ડીએચએફએલના શેરમાં ૨૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડિયા બુલ હાઉસિંગના શેરમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન યશ બેંકના શેરમા ૧૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બજારને લઇને ચર્ચા રહી હતી. એશિયન શેરબજારમાં ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધને લઇને વાતચીત પહેલા ઉદાસીનતા જાવા મળી રહી છે. બીજી બાજુ તેલ કિંમતો ચાર વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આના લીધે વૈશ્વિક ગ્રોથની સામે અસર થવાની શક્યતા છે. આરબીઆઈની પોલિસી મિટિંગ પણ હવે યોજનાર છે જેને લઇને કારોબારીઓ આશાવાદી છે. લોન મોંઘી થશે કે કેમ તેને લઇને ગણતરીનો દોર ચાલી રહ્યો છે. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે બ્લેક મંડેની સ્થિત આજે જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો.સોમવારે સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ ઘટીને ૩૬૩૦૫ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૭૫ની સપાટીએ રહ્યો હતો.ફાઇનાન્સિયલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે. દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જાખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. એકબાજુ સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરૂવારે પૂર્ણ થશે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર કેન્દ્રિત થઈ છે. ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય કરાશે. ફેડ દ્વારા ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે.શેરબજારમાં ઉથલપાથલના કારણે હાલમાં કારોબારી નિરાશ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY