બાંદા,તા.૧૪
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક ૯ મહિનાની બાળકીનું કથિત રીતે પોલિયોની રસી પીધા બાદ મોત થયું છે. બાંદાના ડીએમ એચ લાલે કહ્યુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલો મામલો છે, જ્યારે પોલિસીની રસીથી કોઈ બાળકનું મોત થયું છે.
ડીએમ એચ લાલે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી દીધી છે. તેઓએ કહ્યું કે તપાસમાં જે પણ દોષી પુરવાર થશે, તેની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૧૩ જાન્યુઆરીના રોજ ભારતમાં છેલ્લો પોલિયોનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ ૨૭ માર્ચ ૨૦૧૪ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



