બેંગકોક એરપોર્ટ પર ૧૮ વર્ષની સાઉદી અરેબિયાની યુવતીની ધરપકડ

0
6

મેં ઇસ્લામ છોડી દીધું અને મારાં પરિવારને આ અંગે જાણ થઇ તો તેઓ મને મારી નાખશે
બેંગકોક,તા.૭
બેંગ્કોક એરપોર્ટ પર ૧૮ વર્ષની સાઉદી અરેબિયાની યુવતીની ધરપકડ કરવામાં આવી છે. રહાફ મોહમ્મદ એમ અલ્કુનૂન નામની આ યુવતીનું કહેવું છે કે, તે પરત પોતાના દેશ જવા નથી ઇચ્છતી અને તેને બળજબરીપૂર્વક મોકલવામાં આવી તો તેની હત્યા થઇ શકે છે. અમીર પરિવારમાંથી આવતી રહાફના પિતા બિઝનેસમેન છે. યુવતીનું કહેવું છે કે, તે નાસ્તિક છે અને પરિવારના પ્રતિબંધોથી બચવાનો તેની પાસે એક જ રસ્તો છે.
રહાફે ટ્‌વીટ કરી, હું એકલા રહી છું, સ્વતંત્ર અને એ તમામ લોકોથી દૂર જેઓ મારી ગરીમાનું અને મારાં સ્ત્રી હોવાની વાતનું સન્માન નથી કરતા. મારાં પરિવારે મારી સાથે હિંસક વ્યવહાર કર્યો અને મારી પાસે તેના પુરતાં પુરાવાઓ છે.
રહાફે સંખ્યાબંધ ટ્‌વીટ કરી અને લોકો પાસેથી મદદ માંગી. યુનાઇટેડ નેશન્સ પાસે પણ રહાફે પોતાને શરણ આપવાની માગણી કરી છે.
રહાફે મીડિયાને જણાવ્યું કે, હું નાસ્તિક છું અને મારી પાસે પરિવારથી ભાગવા માટે એકમાત્ર રસ્તો છે. એકવાર મેં મારાં વાળ કપાવી નાખ્યા હતા તો મને ૬ મહિના સુધી ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી. મારો પરિવાર ખૂબ જ કડક છે અને હું આ જીવનથી છૂટકારો મેળવવા ઇચ્છું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY